બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Thieves broke into the Apple store and stole iPhones worth 4 crores

ગજબની ચોરી / બાપ રે! એપલ સ્ટોરમાં ઘૂસી ચોરોએ ચોર્યા 4 કરોડના iphone, અપનાવી Money Heist વેબ સિરીઝની ગજબ ટેક્નિક GFX વેબ સિરીઝની સ્ટાઇલમાં ચોરી

Vishal Khamar

Last Updated: 04:14 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોરોએ નજીકની કોફી શોપની મદદથી એપલ સ્ટોરમાં ઘૂસણખોરી કરી હતી. રસપ્રદ વાત એ છે કે ચોરોએ કોફી શોપમાંથી કંઈપણ ચોરી નથી કરી. પરંતુ, 40 મિલિયન આઇફોનની લૂંટ ચલાવી.

  • કોફી શોપના સહારે એપલ સ્ટોરમાં ઘૂસી ચાર કરોડના આઈફોન ચોર્યા
  • નેટફ્લિક્સની વેબ‌ ‌સિરીઝ મની હેઇસ્ટ સ્ટાઇલમાં ગજબની ચોરી
  • સ્ટોરની સિક્યોરિટી પણ ચોરીની ઘટનાને રોકી ન શકી

નેટફ્લિક્સ પર આવેલી મની હેઇસ્ટ (Money Heist) વેબ ‌સિરીઝની સ્ટાઇલમાં ચોરે ચોરી કરી છે. વોશિંગ્ટનમાં એપલના સ્ટોરમાં થયેલી આઇફોનની ચોરીએ સૌને ચોંકાવી દીધાં છે. વોશિંગ્ટનના એપલ સ્ટોરમાંથી ૫,૦૦,૦૦૦ ડોલરના આઇફોનની લૂંટ ચલાવાઇ છે, તે ભારતીય કિંમત મુજબ ચાર કરોડ રૂપિયા થાય છે, આ એક મોટી રકમ છે.

સ્ટોરની સિક્યોરિટી પણ ચોરીની ઘટનાને રોકી ન શકી
આ ઘટના એપલ સ્ટોર-એલ્ડરવુડ મોલમાં બની છે. સ્ટોરની સિક્યોરિટી પણ ચોરીની ઘટનાને રોકી શકી નથી. આ ઘટના રાતના સમયે બની, જ્યારે મોલ બંધ હતો અને તે સમયે એપલ સ્ટોર પર કોઇ કર્મચારી હાજર ન હતો. સીએટલ કોફી ગિયરના સીઇઓ માઇક એટકિંસનના ટ્વીટ અનુસાર ચોરે એક કોફી શોપના સહારે એપલ સ્ટોરમાં ઘૂસણખોરી કરી. નવાઈની વાત એ છે કે ચોરોએ કોફી શોપમાંથી કંઇ જ ન ચોર્યું. કોફી શોપનું તાળું અને બાથરૂમની દીવાલ તોડી દીધી, જેને રિપેર કરાવવામાં માલિકને ૧,૨૩,૦૦૦નો ખર્ચ થશે. 
એપલે હાલમાં આ ઘટના પર કોઇ કોમેન્ટ કરી નથી. કયા આઇફોનની ચોરી થઇ એ અંગે હજુ કંઇ કહ્યું નથી, પરંતુ અવશ્ય કંપની પોતાના લેટેસ્ટ આઇફોનને સ્ટોરમાં વેચી રહી હતી. 
પોલીસ અધિકારીઓને ચોરીના ફૂટેજ મળી ચૂક્યા છે
કોફી શોપના માલિકે જણાવ્યું કે ચોર કોફી શોપમાં ઘૂસ્યા હતા અને પછી સિક્યોરિટી સિસ્ટમને અવગણીને એપલ સ્ટોર સુધી પહોંચી ગયા. આ ચોરી ૧૦૦ ટકા પૂર્વયોજિત હતી અને સમજી-વિચારીને પ્લાન કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓને ચોરીના ફૂટેજ મળી ચૂક્યા છે. આ એક ઊંડી તપાસ છે. તેથી ફૂટેજ જાહેર કરાયા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ