બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / They stabbed us in the back, will be punished: Putin, Russia will have a new President soon: Wagner group

BIG NEWS / પીઠ પાછળ ઘા કર્યો, કચડી નાંખીશું: વિદ્રોહ સામે પુતિને ભરી હુંકાર, વેગનરે કહ્યું- રશિયાને મળશે નવો રાષ્ટ્રપતિ

Megha

Last Updated: 04:49 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેગનર દળોએ દાવો કર્યો છે કે તેઓ હવે બે રશિયન શહેરોમાં લશ્કરી સુવિધાઓના નિયંત્રણમાં છે. રાષ્ટ્રપતિ પુતિનના રાષ્ટ્રને સંબોધન પછી, વેગનર જૂથે કહ્યું, "ટૂંક સમયમાં આપણી પાસે નવા રાષ્ટ્રપતિ હશે."

  • ભાડૂતી સેના વેગનરે શનિવારે રશિયામાં બળવો કર્યો
  • ગંભીર સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું
  • પુતિને કહ્યું- મતભેદોને દૂર કરવાની જરૂર છે 
  • દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળશે -વેગનર ગ્રૂપ

રશિયાની ભાડૂતી સેના વેગનરે શનિવારે રશિયામાં બળવો કર્યો છે. સ્થિતિ એ છે કે મોસ્કોમાં ક્રેમલિનની સુરક્ષા તકેદારી વધારી દેવામાં આવી છે, જ્યારે સડકો પર સેનાની ટેન્કની હાજરી જોવા મળી રહી છે. વેગનર આર્મીના ચીફ યેવજેનીએ દાવો કર્યો છે કે તેણે રોસ્ટોવ શહેર તેમજ મોસ્કોને ઘેરી લીધું છે. રશિયામાં આ સંકટ વચ્ચે પુતિને શનિવારે બપોરે રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે યેવજેનીએ જે કર્યું તે પીઠમાં છરા મારવા જેવું છે, વેગનર આર્મીને તેનો જવાબ મળશે. 

પુતિને કહ્યું- મતભેદોને દૂર કરવાની જરૂર છે 
રશિયામાં ગૃહ યુદ્ધના ગંભીર સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું. પુતિને કહ્યું કે રશિયા તેના ભવિષ્ય માટે સખત લડાઈ લડી રહ્યું છે અને આ માટે તે બધી વસ્તુઓ છોડી દેવી જરૂરી છે જે આપણને નબળા પાડે છે. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રનું ભાવિ હવે નક્કી થઈ રહ્યું છે, આપણે તમામ દળોને એક કરવાની જરૂર છે અને કોઈપણ મતભેદોને બાજુ પર રાખવાની જરૂર છે. પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે આપણે જે સામનો કરી રહ્યા છીએ તે આંતરિક વિશ્વાસઘાત છે. અમને રશિયામાં અમારા તમામ દળોની એકતાની જરૂર છે. જે કોઈ બળવોની તરફેણમાં પગલા ભરશે તેને સજા કરવામાં આવશે. તેણે કાયદા અને આપણા લોકોને જવાબ આપવો પડશે.

આ સાથે જ  વેગનર દળોએ દાવો કર્યો છે કે તેઓ હવે બે રશિયન શહેરોમાં લશ્કરી સુવિધાઓના નિયંત્રણમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાષ્ટ્રને સંબોધન પછી, વેગનર જૂથે કહ્યું, "ટૂંક સમયમાં અમારી પાસે નવા રાષ્ટ્રપતિ હશે." તેમના સંબોધનમાં, પુતિને સશસ્ત્ર વિદ્રોહમાં સામેલ લોકો માટે કઠોર જવાબ અને સજાની પ્રતિજ્ઞા લીધી. 

દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળશે
વેગનર ગ્રૂપના વડા યેવજેની રશિયામાં લશ્કરી નેતૃત્વને ઉથલાવી પાડવા માટે 'તમામ હદ સુધી જવાની' પ્રતિજ્ઞા લીધી છે. એક ઓડિયો સંદેશમાં, ભાડૂતી સૈનિકોના 62 વર્ષીય નેતાએ કહ્યું કે તેમના સૈનિકો "તેમના માર્ગમાં આવશે એ બધું તોડી નાખશે". યેવજેનીએ રશિયનોને તેનો વિરોધ ન કરવા ચેતવણી આપે છે. તેમણે લોકોને તેમની સાથે જોડાવા હાકલ કરી છે. એમને કહ્યું, "આ લશ્કરી બળવા નથી, પરંતુ ન્યાયની કૂચ છે." પુતિને વેગનર ગ્રૂપના બળવાને કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધાની ક્ષણો પછી એમને અહેવાલ આપ્યો હતો કે રશિયન પ્રમુખે તેમના ભાષણ દરમિયાન ખોટી પસંદગી કરી હતી અને દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળશે. 

કોણ છે યેવજેની પ્રિગોઝીન
યેવજેની પ્રિગોઝીનનો જન્મ 1961માં રશિયાના લેનિનગ્રાડમાં થયો હતો. લેનિનગ્રાડ આજે સેન્ટ પીટર્સબર્ગ તરીકે ઓળખાય છે. 1981માં યેવજેનીને હુમલો, લૂંટ અને છેતરપિંડીના ગુનામાં દોષિત સાબિત થયા બાદ 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે સોવિયત સંઘના પતન બાદ યેવજેનીને 9 વર્ષની સજા બાદ જ મુક્ત કરવામાં આવ્યો હતો.

જેલમાંથી બહાર આવીને પોતાનો ધંધો શરુ, કર્યો તેમાં પુતિન સાથે થઈ દોસ્તી 
જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રિગોઝીને એક હોટ ડોગ વેચવાનું કામ શરુ કર્યું અને ત્યાર બાદ એક રેસ્ટોરન્ટ ખોલી હતી. થોડા વખતમાં તેની આ રેસ્ટોરન્ટ ખૂબ લોકપ્રિય બની હતી અને પછી તો ખુદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પોતે વિદેશી મહેમાનોને આ રેસ્ટોરાંમાં જમવા લઈ જવા લાગ્યા. આ રીતે યેવજેની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની નજીક આવી ગયા હતા. પુતિન સાથેની નિકટતાનો લાભ લઈને પ્રિગોઝીને કેટરિંગનો ધંધો શરૂ કર્યો હતો અને રશિયન લશ્કર અને શાળાના બાળકોને ખવડાવવા માટે સરકારી કોન્ટ્રાક્ટ લીધા હતા. આ કારણે યેવજેનીની ઓળખ પુતિનના રસોઈયા તરીકે થઈ હતી. યેવજેની પ્રિગોઝીને કેટરિંગના વ્યવસાયથી ઘણા પૈસા કમાવ્યા.

રશિયન લશ્કરના સપોર્ટથી વેગનર આર્મી બનાવી
પ્રિગોઝીને રશિયન લશ્કરના સપોર્ટથી એક પ્રાઈવેટ આર્મી બનાવી હતી જેનું નામ વાગેનર ગ્રુપ રાખવામાં આવ્યું હતું. આ પ્રાઈવેટ આર્મીમાં રિટાયર્ડ લશ્કરી અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ વાગનેર ગ્રુપમાં ગુનેગારોને પણ સામેલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. વાગેનર ગ્રુપને રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનનો પણ ટેકો મળ્યો હતો. આરોપ છે કે વાગનેર ગ્રુપે સીરિયા, લિબિયા, માલી અને મધ્ય આફ્રિકાના દેશોમાં પણ ક્રૂર મિશન ચલાવ્યા છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે માત્ર  વાગનેર ગ્રુપના લડવૈયાઓને જ ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવ્યા હતા. વાગેનેર ગ્રુપના વધતા પ્રભાવને કારણે રશિયાની ટોચની નેતાગીરીમાં પ્રિગોઝીનનો પ્રભાવ પણ વધ્યો છે અને પ્રિગોઝીનને પુતિનના આગામી અનુગામી તરીકે પણ જોવામાં આવતા હતા. પ્રિગોઝીને રશિયાના સંરક્ષણ મંત્રાલય વિરુદ્ધ વારંવાર જાહેરમાં નિવેદનો આપ્યા છે. હવે બળવાનું બ્યુગલ ફૂંકીને પ્રિગોઝીને પુતિનની સાથે સાથે પોતાની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે.

બધી સારાસારી હતી તો પછી પ્રિગોઝીનને વાંકું શું પડ્યું? 
ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ માંડ્યું ત્યારે સૌથી પહેલા આ જ વેગનર ગ્રુપને ઉતારાયું હતું ત્યારથી માંડીને અત્યાર સુધી તે રશિયન આર્મી સાથે મળીને લડતું હતું. પરંતુ તાજેતરમાં યુક્રેનના બખમુતમાં વેગનર કેમ્પમાં મિસાઈલ એટેક થયા હતા, હવે વેગનર ચીફ પ્રિગોઝીનનું કહેવું છે આ હુમલા રશિયન સેના અને ક્રેમિલને કરાવ્યાં છે બસ આટલી વાતે પ્રિગોઝીનનો પિત્તો છટક્યો અને તેણે રશિયા સામે ખુલ્લા બળવાનું એલાન કરી દીધું. 

શું છે વેગનર ગ્રુપ
વેગનર રશિયાની પ્રાઈવેટ આર્મી છે અને તેમાં 50,000થી વધુ સૈનિકો સામેલ છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દુનિયાભરમાં રશિયાની તરફેણ કરે છે. આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા એટલે કે 2013માં કરવામાં આવી હતી. તેની સ્થાપના દિમિત્રી ઉત્કિને કરી હતી.  દિમિત્રી રશિયાની ગુપ્તચર એજન્સીમાં કામ કરતા હતા. દિમિત્રી એડોલ્ફ હિટલરથી ખૂબ પ્રભાવિત હતા. હિટલર મ્યુઝિક કમ્પોઝર રિચર્ડ વેગનરનો ચાહક હતો એટલે આ ગ્રૂપનું નામ પણ વાગનેરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 2022માં આ ગ્રુપને કંપની તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું છે. તેનું વડું મથક સેન્ટ પીટર્સબર્ગમાં આવેલું છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર 80 ટકાથી વધુ લોકો ગુનેગાર રહ્યા છે. જેમાં પૂર્વ સૈનિકો પણ સામેલ છે. વાગનેર ગ્રુપ પોતાને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે. તેમનું કહેવું છે કે આ સંગઠનમાં દેશની સેવાની ભાવના ધરાવતા સામાન્ય લોકોની પણ ભરતી કરવામાં આવે છે. યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનો અંદાજ છે કે યુક્રેનમાં હાલમાં લગભગ 50,000 વેગનર્સ કામ કરી રહ્યા છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ ગ્રુપમાં સીરિયા, અફઘાનિસ્તાન ફાઇટર્સ જેવા અન્ય દેશોના લોકો પણ જોડાઇ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ