બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / These two post office schemes are best for women you will get tremendous returns

રોકાણ / પોસ્ટ ઓફિસની આ બે સ્કીમ મહિલાઓ માટે છે બેસ્ટ, તમને મળશે જબરદસ્ત રિટર્ન

Pravin Joshi

Last Updated: 07:34 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે અનેક પગલા ઉઠાવ્યા છે. જેમાં અનેક યોજનાઓ પણ શરૂ કરી છે. જેનો લાભ અનેક મહિલાઓને મળી રહ્યો છે.

મહિલાઓની જરૂરીયાત મુજબ કેન્દ્ર સરકાર કેટલીક યોજનાઓ લોન્ચ કરતી રહે છે. જેનો ઉદેશ્ય દેશની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો પણ હોય છે. જેમાં હમણા જ 2023માં નાણામંત્રીએ વધુ એક યોજના લોન્ચ કરી હતી. આ મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં બે વર્ષ સુધી પૈસા ઈન્વેસ્ટ કરી વળતર મેળવી શકાય છે. આ સિવાય દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાંબાગાળા માટે પૈસા ઈન્વેસ્ટ કરી સારૂ રિટર્ન મેળવી શકાય છે. આપણે અહીંયા આ બંન્ને યોજનાના વિશે જાણવાનો પ્રયાસ કરીશું.

પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં મળશે બમ્પર રિટર્ન, બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકોને  થશે ફાયદો top 5 best small saving post office schemes 2023
મહિલા સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ

મહિલા સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ તમામ ઉમંરની મહિલાઓ પૈસા ઈન્વેસ્ટ કરી શકે છે. જેમાં તમે રૂપિયા 2 લાખ સુધી રોકાણ કરી શકો છો. આ યોજનામાં તમે 2 વર્ષ સુધી પૈસા રોકીને તેની પર 7.50% વ્યાજ મેળવી શકો છો. જો તમે આ સ્કીમમાં 2 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરો છો તો તમને 2,32,044 રૂપિયા મળવાપાત્ર છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કીમમાં પૈસા ઈન્વેસ્ટ કરવા પર IT એક્ટ 80C હેઠળ રૂપિયા 1.50 લાખની રાહત મળે છે.

પોસ્ટ ઓફિસની કઇ યોજનામાં રોકાણ કરવું સૌથી બેસ્ટ? ફટાફટ ચેક કરો આ વિગત, થશે  ફાયદો જ ફાયદો | Which post office scheme is the best to invest in? Check  this detail quickly,

સુકન્યા સમૃદ્ધિ યોજના

વર્ષ 2014માં   દિકરીઓના ભવિષ્યની જરુરીયાતોને ધ્યાને રાખીને શરૂ કરવામાં આવી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે તમારી 10 વર્ષ સુધીની ઉંમરની દિકરીનું એકાઉન્ટ ખોલાવી શકો છો. જે એકાઉન્ટમાં તમે દર વર્ષે 250થી લઈ 1.50 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરી શકો છો. આ યોજનામાં સરકાર 8% વ્યાજ આપે છે. કુલ જમા થયેલી રકમ જ્યારે તમારી દિકરી 18 વર્ષની થાય ત્યારે તેને 50% રકમ મળવાપાત્ર છે. અને જ્યારે તમારી દિકરી 21 વર્ષની થાય ત્યારે તે 100% રકમ ઉપાડી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ઉઠાવી તમે તમારી દિકરીનો ઉચ્ચ અભ્યાસ અને મેરેજના ખર્ચમાં તે રકમનો ઉપયોગ કરી શકો છો.

Topic | VTV Gujarati

વધુ વાંચો : સરકારની જબરદસ્ત જીવન વીમા સ્કીમ, માત્ર 20 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયાનું કવર

ઉલ્લેખનીય છે કે, ઉપર જણાવેલી બન્ને યોજનાઓ માત્ર મહિલાઓ માટે છે. પરંતુ આ યોજનામાં એક ડિફરન્સ છે. જેમાં મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ એક ટૂંકા સમયગાળા માટેની યોજના છે, તો સુકન્યા સમૃદ્ધિ યોજના લાંબા સમયગાળાની યોજના છે. જેમાં પૈસા ઈન્વેસ્ટ કરી તમે તમારી દિકરીના ઉચ્ચ અભ્યાસ અને વિવાહના ખર્ચના ટેન્સનમાંથી મુક્ત થઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ