બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / છેલ્લી વનડે માટે અમદાવાદ પોલીસનું જાહેરનામું, મોદી સ્ટેડિયમની આજુબાજુના આ રસ્તાઓ રહેશે બંધ

IND v ENG / છેલ્લી વનડે માટે અમદાવાદ પોલીસનું જાહેરનામું, મોદી સ્ટેડિયમની આજુબાજુના આ રસ્તાઓ રહેશે બંધ

Last Updated: 01:16 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત - ઇગ્લેન્ડ વચ્ચે ક્રિકેચ મેચને લઇ તારીખ 12 ના રોજ સ્ટેડિયમની પાસેના માર્ગ પર વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું.

આગામી બે દિવસ બાદ એટલે કે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સાબરમતી ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મેચને લાઇવ જોવા માટે મોટી માત્રામાં દર્શકો સ્ટેડિયમમાં આવનાર છે. જેના કારણે આ માર્ગો પર વાહનોની અવરજવરના કારણે ભયંકર ટ્રાફિકજામની સ્થિતી સર્જાશે.

ત્યારે આ દિવસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નર આઇપીએસ શરદ સિંધલ દ્વારા વૈકલ્પિક માર્ગની વિગત જાહેર કરવામાં આવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઇ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધત રહેશે તેમ જણાવવામાં આવ્યું હતુ.

વધુ વાંચો : PM મોદીનો 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ શરૂ, દિપીકા પાદુકોણ, મેરિકોમ અને અવની પણ સહભાગી

કયો માર્ગ ઉપયોગમાં લેવાશે

તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા - આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Stadium Traffic Problem Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ