બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:13 AM, 10 February 2025
ADVERTISEMENT
Pariksha Pe Charcha 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2025ની બોર્ડ પરીક્ષા પહેલા દેશભરના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વાર્તાલાપ કરી રહ્યા છે. વિગતો મુજબ આ કાર્યક્રમ આજે એટલે કે 10 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યક્રમ દૂરદર્શન અને PMOની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદી આઠમી વખત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે, જેથી બોર્ડની પરીક્ષાઓ પહેલા તણાવ અને ડર ઓછો થાય.
આ વખતે આ મહેમાનોનો સમાવેશ
ADVERTISEMENT
આ વખતે બોલિવૂડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, મહિલા બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, સદગુરુ, પેરા એથ્લીટ અવની લેખારા, ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર, માઇન્ડ કોચ સોનાલી સભરવાલ, વેન્ચર કેપિટાલિસ્ટ રેવંત હિમત્સિંગકા, એચટીસી ઇન્ડિયાના સીઈઓ રાધિકા ગુપ્તા અને ટેક ગુરુ ગૌરવ ચૌધરી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો છે.
વધુ વાંચો : દિવસ હોય કે રાત..મહાકુંભની ચારેયકોર 15-15 કિમી સુધી ટ્રાફિક લોક, MPમાં 200 કિમી લાઈન
ADVERTISEMENT
બે દિવસ પહેલા રિલીઝ થયું હતું ટીઝર
તાજેતરમાં પરીક્ષા પે ચર્ચા 2025 નું ટીઝર રિલીઝ થયું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ સમય દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને ગણિતના પ્રશ્નોનો સામનો કરવાની રીતો શીખવી. પ્રધાનમંત્રી મોદીએ તેમની શાળાની યાદોને તાજી કરતા જણાવ્યું કે કેવી રીતે તેમના શિક્ષકોએ તેમના હસ્તાક્ષર સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ તેમ છતાં, તેમના હસ્તાક્ષરમાં કોઈ સુધારો થયો નહીં. તેના બદલે, તેમના શિક્ષકોના હસ્તાક્ષર વધુ સુંદર બન્યા. આ કાર્યક્રમ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ કવિતાઓનું પઠન પણ કર્યું. આ કાર્યક્રમમાં પંજાબ, ત્રિપુરા, કેરળ, બિહાર, ગયા, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : PM મોદીનો 'પરીક્ષા પે ચર્ચા' થકી વિધાર્થીઓ સાથે સંવાદ, જુઓ લાઈવ
તમે પરીક્ષા પરની ચર્ચા અહીં લાઈવ જોઈ શકો છો
ADVERTISEMENT
આ કાર્યક્રમ શિક્ષણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ, માયગોવ ઇન્ડિયા, PM મોદીની યુટ્યુબ ચેનલ, દૂરદર્શન ચેનલો અને રેડિયો ચેનલો - ઓલ ઇન્ડિયા રેડિયો મીડિયમ વેવ, ઓલ ઇન્ડિયા રેડિયો FM ચેનલો જેવા તમામ સરકારી પોર્ટલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.