બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / These dry fruits will reduce the influence of ageing

ટિપ્સ / વધતી ઉંમરના પ્રભાવને ઘટાડશે આ ડ્રાયફ્રુટ્સ

Published By: Krupa

Last Updated: 05:10 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાયફ્રુટ્સ તો હેલધી કહેવાય તે કદાચ સૌ કોઇ જાણે છે, પરંતુ મખાના વિશે ઓછા લોકો જાણતા હશે. મખાના હલકુ ફુલકુ સ્નેક્સ છે. જેને આપણે સુકા મેવામાં સામેલ કરી શકીએ છીએ. તેના અગણિત લાભ પણ છે.

શુગર કન્ટ્રોલ કરે છે
તમે મખાનાના ચાર દાણાનું સેવન કરીને શુગર લેવલ હંમેશા માટે ઘટાડી શકો છો. તેના સેવનથી શરીરમાં ઇંસ્યુલિન બનવા લાગે છેઅને શુગરની માત્રા ઘટી જાય છે. ધીમે ધીમે ડાયાબીટીશ પણ ખતમ થઇ જાય છે.

હ્રદય માટે ફાયદાકારક
મખાના માત્ર શુગરના દર્દીઓ માટે નહીં, પરંતુ હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓ માટે પણ ફાયદાકારક છે. તેના સેવનથી હ્રદય સ્વસ્થ અને પાચન ક્રિયા પણ સારી રહે છે.

તણાવ ઘટાડે છે
મખાનાના સેવનથી તણાવ દુર થાય છે અને અનિંદ્રાની સમસ્યા પણ દુર થાય છે. રાત્રે સુતા પહેલા દુધ સાથે મખાનાનું સેવન કરો અને ફર્ક અનુભવો.

સાંધાનો દુખાવો દુર થશે
મખાનામાં કેલ્શિયમની માત્રા ભરપુર હોય છે. તેના સેવનથી સાંધાનો દુખાવો દુર થાય છે. આર્થારાઇટિસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે. કેલ્શિયમ ભરપુર હોવાના કારણે તે હાડકાને પણ મજબુતાઇ પ્રદાન કરે છે.

પાચન સુધારે છે
મખાના એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર હોય છે જે તમામ ઉંમરના લોકો સરળતાથી પચાવી શકે છે. આ ઉપરાંત મખાનામાં એસ્ટ્રીજન ગુણ પણ હોય છે જે ડાયેરિયામાં પણ રાહત આપે છે.

કિડની કરે મજબુત
મખાનામાં શુગર ઓછી હોવાના કારણે તે સ્પ્લીનને ડિટોક્સીફાઇ કરે છે અને કિડનીને મજબુત બનાવે છે. લોહીને શુધ્ધ રાખવા માટે તેનું નિયમિત સેવન કરવું જોઇએ.

વધતી ઉંમરને રોકે
એન્ટી એજિંગ ગુણોથી ભરપુર મખાનાના સેવનથી સમય પહેલા આવતી વૃધ્ધાવસ્થા રોકી શકાય છે. તેનાથી કરચલીઓ પડતી નથી અને કસમયે સફેદ થતા વાળને રોકી શકાય છે.

કેવી રીતે કરશો સેવન

- જો તમે ઝડપથી ડાયાબીટીસ મટાડવા ઇચ્છતા હો અને આરોગ્યના સંપુર્ણ લાભ મેળવવા ઇચ્છતા હો તો સવારે ખાલીપેટે ચાર મખાના ખાવ. તેનું સેવન થોડા દિવસો સુધી સતત કરો.
- મખાનાને માખણમાં ફ્રાય કરીને સુપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યુટ્રીશિયન્સ વધી જાય છે.
- મખાના, મગફળી, સરસવના બીજ મિક્સ કરીને તમારી પસંદગીના મસાલા નાંખીને ચટણી બનાવી લ્યો. આ ચટણીને લંચ કે ડિનર સાથે ખાવ.
- મખાનાને દુધમાં ઉકાળીને તેમાં કિસમિસ કે બદામ નાંખીને પણ ખાઇ શકાય.
- દેશી ઘીમાં મખાના નાંખીને રોસ્ટ કરી લો. તેમાં સંચર ભેળવીને ચા કે કોફી સાથે ખાવ.
- મખાનાને પનીરની સબ્જીમાં નાંખવાથી તેના પોષકતત્વો અને સ્વાદ વધી જાય છે.
- થોડા મખાનાને લઇને થોડો સમય દુધમાં પલાળી રાખો અને પેસ્ટ તૈયાર કરી લો. હવે એક ચમચી પેસ્ટને એક ગ્લાસ ગરમ દુધમાં કેસર નાંખીને પીવો. તેનાથી રાત્રે સારી ઉંઘ આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dry fruits Health lifestyle makhana ડ્રાયફ્રુટ્સ મખાના Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ