ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ 5 જગ્યાઓ, કુદરતનો અદભૂત નજારો જોઈ દિલ ખુશ થઈ જશે

photo-story

6 ફોટો ગેલેરી

પ્રવાસ / ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ 5 જગ્યાઓ, કુદરતનો અદભૂત નજારો જોઈ દિલ ખુશ થઈ જશે

Last Updated: 08:02 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસામાં મુન્નાર, વેલી ઓફ ફ્લાવર્સ, કૂર્ગ, ચેરાપુંજી અને લોનાવલા જેવી જગ્યાઓ કુદરતી સુંદરતાથી છલકાઈ જાય છે. વરસાદની મોસમમાં આ સ્થળોએ ફરવાથી મનને શાંતિ અને તાજગી મળે છે.

1/6

photoStories-logo

1. ચોમાસામાં ફરવા જેવી જગ્યાએ

વરસાદની ઋતુ આવતાની સાથે જ હરિયાળી, ઝરણાં અને પહાડોની સુંદરતા કેટલીય ગણી વધી જાય છે. આ સમયે પહાડ, ઝરણાં અને હરિયાળી પોતાની પૂરેપૂરી સુંદરતા સાથે દેખાય છે. જો તમે પણ વરસાદમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો ભારતની આવી અમુક જગ્યાઓ પર જઈ શકો છો જે મોન્સૂનમાં વધુ સુંદર બની જાય છે. આજે અમે તમને દેશની 5 શાનદાર જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં વરસાદની ઋતુમાં ફરવાની મજા બમણી થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કેરળનું મુન્નાર

કેરળનું સુંદર હિલ સ્ટેશન મુન્નાર મોન્સૂન દરમિયાન વધુ આકર્ષક બની જાય છે. અહિંયા આસપાસ ફેલાયેલા ચાના બગીચા, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો, વહેતા ઝરણાં અને ઠંડી હવા અહીંના નજારાને યાદગાર બનાવી દે છે. અહીં તમે ટી ગાર્ડન ફરી શકો છો, સુંદર વ્યૂ પોઈન્ટ્સનો આનંદ માણી શકો છો અને કુદરતની વચ્ચે રાહતભર્યા પળો પસાર કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ

જો તમને કુદરત અને રંગબેરંગી ફૂલો પસંદ હોય તો વેલી ઓફ ફ્લાવર્સ તમારા માટે બેસ્ટ પ્લેસ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આ ઘાટી જુલાઈ-ઑગસ્ટમાં હજારો રંગબેરંગી આલ્પાઇન ફૂલોથી છવાઈ જાય છે. મોન્સૂન દરમિયાન અહીંની સુંદરતા પોતાની પીક પર હોય છે તેથી ટ્રેકિંગ અને નેચર લવર્સ માટે આ સ્વર્ગ સમાન બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કર્ણાટકનું કૂર્ગ

કર્ણાટકનું કૂર્ગ ચોમાંસામાં ફરવા માટે સૌથી વધુ પસંદગીની જગ્યાઓમાંની એક છે. તેને 'ભારતનું સ્કોટલેન્ડ' પણ કહેવામાં આવે છે. વરસાદ બાદ અહીંના કોફીના બગીચા, લીલાછમ જંગલો અને ઝરણાં જોવા જેવા બની જાય છે. હવામાન પણ ખૂબ જ સુહાવણું રહે છે જેનાથી ફરવાનો અને નાની ટ્રેકિંગનો મજા બમણી થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મેઘાલયનું ચેરાપુંજી

મેઘાલયનું ચેરાપુંજી વિશ્વના સૌથી વધુ વરસાદવાળા વિસ્તારોમાંનું એક છે. મોન્સૂન દરમિયાન અહીંની સુંદરતા જોવા જેવી હોય છે. અહીંના વિશાળ ઝરણાં, લિવિંગ રૂટ બ્રિજ અને કુદરતી ગુફાઓ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. જો તમે વરસાદનો અસલી મજા માણવા માંગતા હો તો ચેરાપુંજી જરૂર જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહારાષ્ટ્રનું લોનાવલા

જો તમે મુંબઈ કે પુણેની આસપાસ રહેતા હોવ તો લોનાવલા મોન્સૂનમાં ફરવા માટે એક શાનદાર જગ્યા છે. વરસાદની મોસમમાં અહીંની લીલીછમ ઘાટીઓ, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને કલકલ વહેતા ઝરણાં પ્રવાસીઓનું દિલને જીતી લે છે. જેમાં વીકેન્ડ ટ્રિપ માટે આ એક બેસ્ટ પ્લેસ છે, જ્યાં તમે પરિવાર કે મિત્રો સાથે યાદગાર સમય પસાર કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mountains Munnar rainy season
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ