બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / These 5 Morning mistakes cause obesity and disease

કામની વાત / સવારની આ 5 ભૂલો શરીરને ભયંકર નુકસાન પહોંચાડે છે, જાગ્યા બાદ આ કામ ભૂલથી પણ ન કરવા

Noor

Last Updated: 04:12 PM, 7 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ જીવન વિતાવવું હોય તો ક્યારેય આ ભૂલો સવારે કરની નહીં.

  • મોટાભાગના લોકો રોજ સવારે કરે છે આ 5 ભૂલો
  • સવારે ક્યારેય આ કામ કરવા નહીં
  • આવી ભૂલો કરવાથી શરીરમાં વધશે તકલીફો

મોટાભાગની બીમારીઓની શરૂઆત તમારી લાઈફસ્ટાઈલને કારણે થાય છે. ડોક્ટર્સ પણ કહે છે કે સવારે જાગ્યા બાદ જો કેટલાક કામ કરવામાં આવે તો વ્યક્તિ જીવનભર બીમાર પડતો નથી. સવારનો સમય વ્યક્તિના સ્વાસ્થ્ય માટે બહુ જ અનુકૂળ સમય હોય છે. એક્સરસાઈઝ, બ્રેકફાસ્ટ જેવા પ્રમુખ કામ જો સવારે યોગ્ય રીતે ન કરવામાં આવે તો શરીરમાં બીમારીઓ ઘર કરવા લાગે છે. જેથી આજે અમે તમને એવા 5 કામ વિશે જમાવીશું, જેમાં સવારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. 

સવારે ઉઠીને પાણી ન પીવું

દુનિયાભરના ડોક્ટર, નિષ્ણાંતો અને વૈજ્ઞાનિક હમેશાં સવારે નવશેકું અથવા સાદું પાણી પીવાની સલાહ આપે છે. સ્વસ્થ રહેવા અને વજનને કંટ્રોલ કરવા માટે આ બહુ જ જરૂરી છે. સવારે ઉઠતાં જ પાણી પીવાથી બોડીના બધાં જ ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. આ તમારી આંતરિક સિસ્ટમને ક્લિન કરે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને કેલરી ઈનટેક પણ ઘટે છે. જેથી સવારે રોજ સવારે પાણી અવશ્ય પીવું. 

નાસ્તો ન કરવો

સવારનો નાસ્તો આખા દિવસનો સૌથી મહત્વનો મીલ હોય છે. આખી રાત ઊંઘ્યા બાદ સવારે ઉઠીએ એટલે પેટ એકદમ ખાલી થઈ જાય છે અને એનર્જી લેવલ ઘટી જાય છે. સવારનો નાસ્તો તમારા એનર્જી લેવલને વધારે છે અને નાસ્તો ન કરવાથી મેટાબોલિઝ્મનું સંતુલન બગડી જાય છે. સવારે નાસ્તો ન કરવાથી આખો દિવસ આચરકુચર ખાવાનું મન થાય છે અને ભૂખ શાંત થતી નથી. આવા કારણોથી જ વજન વધવા લાગે છે અને બીમારીઓનો ખતરો પણ વધે છે. 

પ્રોસેસ્ડ ફૂડ 

જો તમે સવારની  ભાગદોડમાં સમય બચાવવા માટેપ્રોસેસ્ડ ફૂ઼ડ અથવા પેકિંગવાળો ફ્રોઝન નાસ્તો ખાઓ છો તો આ વજન વધવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ પ્રોસેસ્ડ ફૂડમાં નાખવામાં આવતા પ્રિઝર્વેટિવ્સ અને ફ્લેવર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. સવારે જંકફૂડ ખાવું સ્વાસ્થ્યને ખરાબ કરવા બરાબર છે. જેથી સવારનો નાસ્તો એકદમ પૌષ્ટિક હોવો જોવો અને તેમાં નેચરલ ફૂડ, ફળ, નટ્સ, ઓટ મીલ, પૌઆ, જ્યૂસ વગેરે સામેલ હોવું જોઈએ. 

એક્સરસાઈઝ

સવારે ખાલી પેટ એક્સરસાઈઝ કરવાથી વધુ ફેટ્સ બર્ન થાય છે અને ઝડપથી વજન ઘટે છે. સવારે વહેલાં ઉઠીને એક્સરસાઈઝ કરવાથી વજન તો ઘટે જ છે સાથે ફ્રેશ પણ ફીલ થાય છે. હવે એક્સરાઈઝ કરવાનો એ મતલબ નથી કે તમારે જિમમાં જ જવું પડે. તમે ઘરે જ કેટલીક સરળ એક્સરસાઈઝ જેમ કે, વોક, રનિંગ, સાઈકલિંગ વગેરે કરી શકો છો. 

તડકો ન લેવો

સવારે સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. રોજ સવારે 7થી 8 વાગ્યાના તડકાંમાં 10થી 15 મિનિટ બેસવાથી રોગો સામે રક્ષણ મળે છે, શરીર એનર્જેટિક રહે છે અને મેટાબોલિઝ્મ પણ સુધરે છે. જેથી તે વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Disease Morning mistakes Obesity Mistakes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ