બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / There was a disagreement between the Anand Collector and the Resident Collector

વિવાદ / કલેક્ટરનો મહિલા સાથે કામલીલાનો વીડિયો વાયરલ થયા બાદ નવો ખુલાસો, સાથી અધિકારીના ઈશારે સામે આવ્યું કાંડ?

Vishal Khamar

Last Updated: 09:02 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટરનાં કથિત વીડિયો સામે આવ્યો હતો. ત્યારે ડી.એસ. ગઢવી સુરતમાં ફરજ પર હતા. તે સમગ દરમ્યાન આ વીડિયો સામે આવ્યો હતો. તેમજ કથિત વીડિયો જાન્યુઆરી મહિનામાં બનાવાયો હતો.

  • આણંદનાં સસ્પેન્ડેડ કલેક્ટરનો કથિત વીડિયો મામલો
  • અગાઉ સુરતમાં ફરજ પર હતા ત્યારે વીડિયો આવ્યો હતો સામે
  • કલેક્ટર અને અધિક નિવાસી કલેકટર વચ્ચે મતભેદ હોવાની ચર્ચા
  • વિભાગ અને અન્ય કામોના વહીવટની ભાગ બટાઈને લઈ વિવાદની ચર્ચા

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટરનાં કથિત વીડિયો સામે આવ્યો હતો. ત્યારે ડી.એસ. ગઢવી સુરતમાં ફરજ પર હતા. તે સમગ દરમ્યાન આ વીડિયો સામે આવ્યો હતો. તેમજ કથિત વીડિયો જાન્યુઆરી મહિનામાં બનાવાયો હતો.

કથિત વીડિયો જાન્યુઆરી મહિનામાં બનાવાયો હતો
સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીને મળવા મહિલા સુરતથી આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કલેક્ટર અને મહિલાનો અંગત પળોનો વીડિયોનું સ્ટિંગ કરાયું હોવાની ચર્ચા હાલ તો જોર પકડ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર વચ્ચે વિભાગ અને અન્ય કામોનાં વહીવટીની ભાગ બટાઈને લઈ વિવાદની ચર્ચા ચાલી રહી છે. 

અધિકારીની ચેમ્બરમાં સ્પાય કેમેરા કોણે લગાવ્યા એ પણ એક સવાલ
સમગ્ર વિવાદને લઈ સાથી અધિકારીઓનાં ઈશારે વીડિયો બનાવ્યો હોવાની હાલ તો ચર્ચાએ જોર પકડ્યું છે. અધિકારીની ચેમ્બરમાં સ્યાપ કેમેરા કોણે લગાવ્યા એ પણ એક સવાલ છે. ત્યારે IAS કક્ષાનાં અધિકારીની ચેમ્બરમાં આવા કેમેરા લગાવવા ક્રિમિનલ ગુનો છે. ત્યારે સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ. ગઢવી આ અંગે ફરિયાદ કરી શકે છે. 

સમગ્ર મામલે મનુ પઢીયાર નામના અરજદારે કરી હતી અરજી 
સમગ્ર વિવાદને લઈ સાથી અધિકારીનાં ઈશઆરે વીડિયો બનાવ્યો હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે. ત્યારે અધિકારીની ચેમ્બરમાં સ્પાય કેમેરા કોણે લગાવ્યા એ પણ એક સવાલ છે. સમગ્ર મામલે મનુ પઢીયાર નામનાં અરજદારે અરજી કરી હતી. ત્યારે સીએમ કાર્યાલય સુધી અરજદારે ફરિયાદ કરી હતી. અરજદાર પાસે કથિત વીડિયો ક્યાંથી આવ્યો એ પણ એક સવાલ છે. અચાનક જ કલેક્ટરનાં વીડિયો અને સસ્પેન્શનને લઈ કલેક્ટર કચેરીમાં સોંપો પડી ગયો હતો. 

ઇન્ચાર્જ કલેક્ટર મિલિંદ બાપનાએ કલેક્ટર ચેમ્બરમાંથી વસ્તુઓ હટાવી 
આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કર્યા બાદ ડીડીઓ મિલિંદ બાપનાને ઈન્ચાર્જ કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઈન્ચાર્જ કલેક્ટર મિલિંદ બાપનાએ કલેક્ટર ચેમ્બરમાંથી તમામ વસ્તુઓ હટાવી દીધી છે. ચેમ્બરમાંથી તમામ મોમેન્ટે અને ગીફ્ટો પણ હટાવી દીધી છે. માત્ર તેઓની ચેમ્બરમાં માત્ર 6 ખુરશી સિવાય બાકીનાં બધા ઉપકરણ હટાવ્યા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ