ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર લાગી શકે પ્રતિબંધ, શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન

નિવેદન / વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર લાગી શકે પ્રતિબંધ, શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન

Last Updated: 03:11 PM, 5 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળામાં મોબાઈલને લઈ રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ મોબાઈલનાં કારણે આપઘાત કરે તે ગંભીર બાબત છે. તેમજ અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામવા આગળ આવે.

તરૂણીએ આપઘાત કરી લેતા ચકચાર

સુરતનાં પાંડેસરા ખાતે આવેલ આવિર્ભાવ સોસાયટીમાં ધો. 8 માં ભણતી તરૂણીને માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા તરૂણીને લાગી આવતા તરૂણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનાં રહેવાસી અને સુરતમાં લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતા પરિવારની સગીરા જે ધો. 8 માં અભ્યાસ કરતી હતી. ત્યારે તરૂણીની માતા શાકભાજી લેવા ગઈ હતી. જે બાદ માતા પરત આવતા તરૂણીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચોઃ પોરબંદરમાં બની મોટી દુર્ઘટના, એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોત

ગત રોજ સાંજના સુમારે તરૂણી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે તરૂણીની માતાએ તેને ઠપકો આપ્યો હતો. અને મોબાઈલ લઈ લીધો હતો. જે બાદ તરૂણીની માતા શાકભાજી લેવા ગયા હતા. જે બાદ તેઓ પરત આવતા નાની દીકરી સૂતેલ હતી. જ્યારે બીજી દીકરી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તરૂણીની માતાએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અને તરૂણીને 108 મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

State Education Minister Praful Panseria Surat News Praful Panseria Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ