બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઇને આવ્યાં ગુડ ન્યુઝ, ઋષિકેશ પટેલે કહ્યું 'નિયમો પૂરા થતાં જ...'
Last Updated: 04:44 PM, 26 June 2024
TAT અને TET ભરતીને ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકોની ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથેએ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
ADVERTISEMENT
ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢ્યો
ADVERTISEMENT
ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં 80 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્વાસન આપ્યુ હતુ. છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે 15મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવુ આશ્વાસન આપ્યુ હતુ. જે મુદત પૂરી થતા જ ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. ઉમેદવારો કહે છે કે, અમે એક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ. કાયમી નોકરી માટે અમે આ અગાઉ પણ 12 વખત આંદોલન કર્યુ હતુ.
પોલીસે યુવતીને ઘસડી હતી
ગઈકાલે પોલીસના દંડા ખાનારા ઉમેદવારોનો આક્રોશ હવે પરાકાષ્ટાએ છે. તેઓ કહે છે કે, જો હવે સરકાર કોઈ જાહેરાત નહી કરે તો અમે શહીદ ભગતસિંહના માર્ગે જઈશે. જો કે, પોલીસે રોડ ઉપર જે યુવતીને ઘસડી હતી તેના સહીતની અન્ય કેટલીયે યુવતીઓએ કહ્યુ કે, અમારા ભાઈની વાત સાચી છે. કેમકે મુંગી અને બહેરી સરકાર હવે અમારુ સાંભળતી નહી હોવાથી શહીદ ભગતસિંહનો માર્ગ જ યોગ્ય છે.
વધુ વાંચોઃ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેન રૂટ, આવ્યા ગુડ ન્યુઝ
કુબેર ડીંડોરે શું કહ્યું હતું.
જોકે આ મુદ્દે અમે કુબેર ડીંડોરને મળતા તેઓએ એવું કહ્યું કે, 'શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.' આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.' અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, 'કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે.'
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT