બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / There has been a big revelation about Tathya Patel's Jaguar car from Ahmedabad

ખુલાસો / તથ્ય પટેલ રજિસ્ટ્રેશન વગર જેગુઆર લઈને 48 દિવસ રખડ્યો; એક મંદિરમાં એક્સિડેન્ટ પણ કર્યો, ટ્રાફિક પોલીસનું હવે પગલાં લેવાનું રટણ

Malay

Last Updated: 03:09 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tathya Patel Case: ઇસ્કોન બ્રિજ પર 9 લોકોની જિંદગી હણી લેનાર તથ્ય પટેલ 48 દિવસ સુધી રજિસ્ટ્રેશન વગરની જ જેગુઆર કાર લઈને ફરતો હતો. રજિસ્ટ્રેશન કરાવ્યા પહેલા જ તેણે જેગુઆર કારને મંદિરમાં ઘુસાડી દીધી હતી.

  • તથ્ય પટેલનો વધુ એક કાંડ
  • રજિસ્ટ્રેશન વિના ફેરવતો હતો કાર
  • VTV NEWSએ દર્શાવ્યો હતો રિપોર્ટ

ઇસ્કોન બ્રિજ પર 141 કિમી પ્રતિકલાકની ઝડપે જેગુઆર ચલાવી 9 લોકોને ઉડાવી દેનાર તથ્ય પટેલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. આરોપી તથ્ય પટેલ 48 દિવસ સુધી રજિસ્ટ્રેશન વગરની જ જેગુઆર કાર લઈને ફેરતો હોવાનું સામે આવ્યું છે. એટલે કે 16મી ડિસેમ્બરે જેગુઆર ગાડી ખરીદીને 3 ફેબ્રુઆરીએ ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં રજિસ્ટ્રેશન પહેલા જ આરોપીએ જેગુઆર ગાડીથી અકસ્માત પણ સર્જ્યો હતો.

VTV NEWSએ ટ્રાફિક પોલીસના વડાને પૂછ્યો સવાલ
રજિસ્ટ્રેશન મોડું થવા અંગે VTV NEWSએ રિપોર્ટ દર્શાવ્યો હતો. આ મામલે VTV NEWSએ અમદાવાદ ટ્રાફિક પોલીસ વડાને સવાલ પૂછ્યો હતો. VTV NEWSએ પછ્યું હતું કે, 48 દિવસ સુધી ગાડીનું રજિસ્ટ્રેશન નહીં કરવનારા તથ્ય સામે પોલીસ શું પગલા લેશે? VTV NEWSના સવાલના જવાબમાં JCPએ ગાડીના રજિસ્ટ્રેશનને રદ કરવાની ખાતરી આપી છે. 9 લોકોના જીવ ગયા બાદ ટ્રાફિક પોલીસ વડાને બ્રહ્મજ્ઞાન થયું છે. જે ગાડીથી 9 લોકોના જીવ ગયા એ ગાડીનું રજિસ્ટ્રેશન રદ કરવા પોલીસ રટણ કરી રહી છે. 

તથ્યને જેગુઆર કાર મળી હતી ગિફ્ટમાં
તો તથ્યએ જે કારથી અકસ્માત સર્જ્યો હતો તે જેગુઆર કારને લઈને પણ મોટો ખુલાસો થયો છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને જેગુઆર કાર ગિફ્ટમાં મળી હતી. પિતા પ્રજ્ઞેશ પટેલે દીકરાને કાર ગિફ્ટમાં આપી હતી. ભાગીદારના નામે ગાડી લઈને પિતાએ દીકરાને ગાડી ગિફ્ટમાં આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર ગાડી દોઢ વર્ષ પહેલા તથ્ય પટેલને ગિફ્ટમાં મળી હતી. દોઢ વર્ષમાં આ જેગુઆર કારથી તથ્ય પટેલ 3 વખત અકસ્માત કરી ચૂક્યો છે.

15 દિવસનાં ગાળામાં 2 અકસ્માત: તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ, હવે સિંધુ  ભવન કેસમાં થશે ધરપકડ | Another complaint was registered against the accused Tathya  Patel in the ISKCON ...

સાંતેજના બળિયાદેવ મંદિરમાં ઘૂસાડી હતી કાર
એક અકસ્માત તો ગાડીના રજિસ્ટ્રેશન પહેલા જ થયો હતો.  જેગુઆર ગાડી ગિફ્ટમાં મળ્યાના 15 દિવસ બાદ જ તેણે ગાડીને ઠોકી દીધી હતી. 1 જાન્યુઆરીએ વહેલી સવારે તથ્યએ બેફામ રીતે જેગુઆર ગાડી હંકારીને ગાંધીનગર જિલ્લાના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી. જેમાં મંદિરને નુકસાન પહોંચ્યું હતું. તથ્ય પટેલે 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી.

હવાથી વાતો કરવાનો તથ્યને હતો જૂનો શોખ: એક મહિનામાં 25 વખત તો સ્પીડ લિમિટ  તોડી, 5 વખત રેડ લાઇટ; છતાં નહોતું અપાયું ચલાન I Tathya Patel broken the law  of over speeding

અત્યાર સુધીમાં તથ્ય સામે કેટલી ફરિયાદ નોંધાઈ?
19 જુલાઈની મોડી રાત્રે એસજી હાઈવે પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનાર તથ્ય સામે અત્યાર સુધીમાં 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે ત્રણેય ફરિયાદ અકસ્માતની છે. એક ફરિયાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત, બીજી સિંધુભવન રોડ અકસ્માત અને ત્રીજી ફરિયાદ આજે નોંધાઈ છે. ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી. આ મામલે સાંતેજ પોલીસે તથ્ય પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ