બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Theft from a 5-star hotel in Ahmedabad, the police were shocked to know the confession made by the thieves after their arrest

ક્રાઈમ / અમદાવાદની 5 સ્ટાર હોટલમાંથી ચોરી, ચોરોએ ધરપકડ બાદ જે કબૂલાત કરી તે જાણીને પોલીસ ચોંકી

Vishal Khamar

Last Updated: 04:23 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનું યુવાધન પોતાનાં મોજ શોખ પુરા કરવા ગુનાહિત પ્રવૃતિઓ કરે છે. આવો જ એક બનાવ અમદાવાદને સેવન સ્ટાર હોટલમાં બન્યો હતો. જેમાં પોલીસને ચોરીનો ભેદ ઉકેલતા ડ્રગ્સ પેડલર હાથમાં આવી ગયો હતો.

  • અમદાવાદ શહેરની સેવન સ્ટાર હોટલમાં બન્યો ચોરીનો બનાવ
  • વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
  • ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસના હાથે ડ્રગ સપ્લાયર ઝડપાયો

અમદાવાદ શહેરની સેવન સ્ટાર હોટલ ITC નર્મદા માં ચોરીનો બનાવ બન્યો હતો. જે ગુનામાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે ડ્રગ્સના રૂપિયા ચૂકવવા માટે આરોપીએ ચોરી કરી આઇપેડ ડ્રગ સપ્લાયર ને સોંપ્યું હતું. તેથી પોલીસે તપાસ શરૂ કરી છે કે ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ આરોપી મોંઘીદાટ હોટલમાં ચોરી કરવા લાગ્યો છે.

સીસીટીવીના આધારે પોલીસે ધરપકડ કરી
અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં આવેલી સેવન સ્ટાર હોટલ ITC નર્મદાના બીજા માળે આવેલા મીટીંગ રૂમમાંથી બે દિવસ પહેલા આઇપેડ ની ચોરી થઈ હતી. જેની માહિતી મળતા વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા આરોપી કુશલ હોટલમાં ગયો હતો. જ્યાં સિક્યુરિટી હાજર ન હોવાથી મીટીંગ રૂમમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી મળતા પોલીસે સેટેલાઈટના રહેવાસી કુશલ ની ધરપકડ કરી હતી. કુશલે ચોરીને અંજામ આપી આઇપેડ મોઈન ને આપ્યું હતું જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો.

ઝડપાયેલ આરોપી છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રગ્સ ના રવાડે ચડ્યો 
આઇપેડ ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસના હાથે મોઈન નામનો ડ્રગ સપ્લાયર પણ આવી ગયો. જેની અગાઉ અમદાવાદ SOG એ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપી કુશલ છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રગ્સ ના રવાડે ચડ્યો હતો. અને મોઈન પાસેથી પણ તે ડ્રગ ખરીદતો હોવાનું સામે આવ્યું છે. માટે પોલીસને શંકા છે કે ચોરીનું આઇપેડ ડ્રગ્સના બાકી રૂપિયાની ચુકવણી માટે મોઈનને આપ્યું હોઈ શકે છે જેની પોલીસ તપાસ કરી રહી છે. 
મોજશોખ પુરા કરવા ચોરી ના રવાડે ચડ્યો
બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે કુશલ ઉર્ફે કે ટી મોંઘીદાટ હોટલમા ફરવાનો અને મોજશોખ કરવાનો શોખીન છે.. માટે પોતાના મોજશોખ પુરા કરવા ચોરી ના રવાડે ચડ્યો છે. સાથે જ પોલીસને માહિતી મળી છે કે આરોપી અન્ય એક હોટલમાં પણ ચોરી ને અંજામ આપ્યો છે.. જેતી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ