બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બદલાયા, છતાંય સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ હજુ કેમ અધૂરું? લોકો ત્રાહિમામ

હે ભગવાન ! / ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બદલાયા, છતાંય સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ હજુ કેમ અધૂરું? લોકો ત્રાહિમામ

Last Updated: 11:48 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ છેલ્લા 9 વર્ષથી ચાલી રહ્યુ છે, પરંતુ પુરુ થતું નથી..

રોડ-રસ્તા સારા બને તો વિકાસને વેગ મળે.. આ વાતમાં તથ્ય છે.. પરંતુ વિકાસ ગોકળગાય ગતિએ થાય તો.. વાત કરીએ એ હાઇવેની જેની કામગીરી છેલ્લા એક. બે કે ત્રણ નહીં પરંતુ પુરા નવ-નવ વર્ષથી ચાલી રહી છે. આ હાઇવે છે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે, જેનું કામ ક્યારે પુરુ થશે એ તો બસ ભગવાન જ કહી શકે તેમ છે.

ઠેર-ઠેર ડાયવર્ઝન અને ઠેર-ઠેર ખાડા

અહીં ચાલી રહેલી કામગીરીના કારણે ઠેર-ઠેર ડાયવર્ઝનો મુકાયા છે.. હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે..અને વાહન ચાલકો પરેશાન છે..

મહત્વની વાત તો એ છે કે, ગુજરાતમાં ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા છે.. પરંતુ આજદીન સુધી નેશનલ હાઈવેનું કામ પુરું નથી થયું.. તેમજ નેશનલ હાઈવેના નિયમોને નેવે મુકીને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે..

અકસ્માતની સંભાવના

હાલની તકે સ્થિતિ એવી છે કે, રાત્રીના સમયે એક જ પટ્ટી પર વાહનો સામ-સામે આવતા હોવાથી અવાર-નવાર અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે.. તેવામાં યોગ્ય અધિકારીની નિમણૂક કરી વહેલી તકે હાઈવેનું કામ પૂર્ણ કરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે..

હાઈવેનું કામ 9-9 વર્ષથી પુરું ન થાય.. અને તે દિશામાં તંત્ર દ્વારા કોઈ પગલા ન ભરવામાં આવે તો સ્વાભાવિક રીતે સવાલો ઉઠવાના,, તેવામાં આ ગોકળગાય ગતિએ ચાલતા હાઈવેનું કામ ક્યારે પુરું થાય છે.. અને ક્યારે લોકો રાહતનો શ્વાસ લે છે તે જોવું રહ્યું..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ