બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / The work of Rajkot Ahmedabad six lane highway has stopped for the last 6 years

કાચબાગતિ / છેલ્લાં 6 વર્ષથી રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ ખોરંભે, વાહનચાલકો ત્રસ્ત, RTIમાં ઘટસ્ફોટ

Kishor

Last Updated: 06:56 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રાજકોટ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા અપાયા બાદ કાચબા ગતિએ કામ ચાલતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

  • રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ ખોરંભે ચડ્યું
  • 2018થી શરૂ થયેલું હાઇવેનું કામ ખોરંભે ચડ્યું
  • 2020માં પૂર્ણ થવાનું કામ 2023માં પણ ચાલું

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવવા માટે અમદાવાદ રાજકોટ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 આપવામાં આવી હતી. ત્યારે મંજૂરી મળ્યા ના 6 વર્ષ બાદ પણ આજે પણ રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ પૂર્ણ નથી થયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ અવારનવાર રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ છે. 

The work of Rajkot Ahmedabad six lane highway has stopped for the last 6 years

કામગીરીના કારણે ટ્રાફિકજામની થાય છે સમસ્યા

રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ 3 વર્ષ વિલંબિત થયું છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પરંતુ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા વિશે કોઈ જાણકારી નથી. 5 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેના લીધે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પણ બ્લોક થયા છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને નોટિસો ફટકારવામાં આવી છે. પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી. સમગ્ર મામલે રાજકોટના આરટીઆઈ એક્ટીવિસ્ટ શૈલેન્દ્ર સિંહ જાડેજા દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી અને તેના આધારે કોન્ટ્રાક્ટરો-ઓથોરિટી અને તેમણે મોકલેલી નોટિસો અંગેનો ખુલાસો થયો હતો. RTI પરથી જાણવા મળ્યું કે, બે કોન્ટ્રાક્ટરોને હાઈવેના ચાર સેક્શન માટે કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 40-50 ટકા કામ કર્યું છે અને પછી નાદારી નોંધાવી હતી. આ બંને કોન્ટ્રાક્ટરોને જાન્યુઆરી 2018માં કામ આપવામાં આવ્યું હતું. કામ પૂરું થવાની ડેડલાઈન જાન્યુઆરી 2020 હતી. 

The work of Rajkot Ahmedabad six lane highway has stopped for the last 6 years

કોન્ટ્રાક્ટ એજન્સીની ઢીલી નીતિથી બ્રિજનુ કામ પૂર્ણ થતું જ નથી

RTI એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મને બે આરટીઆઈઓના જવાબ મળ્યા છે. ઓથોરિટી દ્વારા મોકલાયેલી તમામ નોટિસો પ્રોજેક્ટની ડેડલાઈન પૂરી થઈ પછીની હતી. કોન્ટ્રાક્ટરોને કામ પૂરું કરવા માટે 730 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને તે દરમિયાન સુપરવિઝન કરવામાં આવ્યું નહોતું. જેને લઈને સત્તાધીશોની બેદરકારી પણ છતી થાય છે. મંગળવારે આ માર્ગ પર વાહનોના થપ્પા લાગ્યા હતા.


નેશનલ હાઈવે ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયરે 21 ડિસેમ્બર 2022ના રોજ સદ્ભાવ એન્જિનિયર લિમિટેડને ટર્મિનેશન નોટિસ મોકલી હતી. જેમાં ઉલ્લેખ હતો કે, કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના સુધારા કરવાની તસ્દી લીધા વિના ખરાબ ગુણવત્તાનું કામ ચાલુ રાખ્યું હતું. સાયલા-બામણબોર વિસ્તારનું કામ આ કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. બંને વચ્ચે થયેલા પત્રવ્યવહાર પ્રમાણે, ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરની આર્થિક તંગીને માન્ય રાખી હતી. પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે સબ-કોન્ટ્રાક્ટિંગની મંજૂરી આપી હતી અને સબ-કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ પેમેન્ટ કરવાની ગોઠવણ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે ત્રણ મહિના વેડફ્યા હતા અને ઓક્ટોબર 2022માં ટ્રાય-પાર્ટી અગ્રીમેન્ટ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ