બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / The video of drunken bike drivers on Vastral Road in Ahmedabad has gone viral

બેફામ / 'આવાં લોકો દારૂ પીને બાઇક ચલાવે, ને પછી નબીરા અમે બનીએ', અમદાવાદમાં નશામાં ધૂત 2 બાઇકચાલકોનો કારચાલકે બનાવ્યો Video

Dinesh

Last Updated: 05:04 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાલ રોડ પર નશામાં ધૂત બાઇક ચાલકોનો વીડિયો વાયરલ થયો છે, 2 બાઇક સવારો નશામાં ધૂત જોવા મળી રહ્યા છે તેમજ બાઇકની પાછળ બેસેલો વ્યક્તિ પડતા પડતા બચ્યો છે

  • નશામાં ધૂત બાઇક સવારોનો વીડિયો વાયરલ
  • અમદાવાદના વસ્ત્રાલ રોડ પરનો વીડિયો વાયરલ
  • બાઇકની પાછળ બેસેલો વ્યક્તિ પડતા પડતા બચ્યો 


અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકાના જીવ ગયા છે. જે બાદ પણ નબીરાઓ નશામાં ધૂત થઈ બેફામ વાહનો ચલાવી રહ્યાં છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. બેફામ વાહનની ગતિને લઈ તેમજ નશામાં ધૂત થઈ વાહનો ચલાવતા હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ મહામૂલી માનવ જિદંગીની કદર ન કરનાર વધુ એક નબીરો નશામાં ધૂત થઈ બેફામ બાઈક ચલાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. 

નશામાં ધૂત બાઈક સવારો
અમદાવાદમાં નશામાં ધૂત બાઇક ચાલકોનો વીડિયો વાયરલ થયો છે. 2 બાઇક સવારો નશામાં ધૂત થઈ બાઈક ડ્રાઈવ કરતાનો વીડિયો સામે આવ્યો છે. વસ્ત્રાલ રોડ પરનો વીડિયો હોવાનો જાણવા મળ્યું છે. બાઇક પાછળથી જતા કાર ચાલકે આ વીડિયો ઉતાર્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, બાઇકની પાછળ બેસેલો વ્યક્તિ પડતા પડતા બચ્યો છે. જે વીડિયો ઉતારનાર કહે છે કે, આવાં લોકો દારૂ પીને બાઇક ચલાવે, ને પછી નબીરા અમે બનીએ છે. 

બેફામ નબીરાઓ
ઇસ્કોન બ્રિજ પર ગોજારો અકસ્માત થયો હતો જે બાદ અવાર નવાર બેફામ વાહન ડ્રાઈવ કરતા નબીરાઓના વીડિયો પણ સામે આવી રહ્યા છે. સ્પીડથી વાહન ચલાવવાના શોખીનો લાપરવા થઈને વાહનો ચલાવી રહ્યાં છે. જો કે સમગ્ર ઘટનાને લઈ રાજ્યમાં ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી છે. બેફામ વાહન ચલાવવાના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને જેને લઈ નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ