ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / The vaccine turned out to be 'the best', with 100 per cent protection against all variants of the corona, the ICMR study claims.

મહામારી / આ વેક્સિન 'સર્વશ્રેષ્ઠ' નીકળી, કોરોનાના તમામ વેરિયન્ટની સામે 100 ટકા રક્ષણ, ICMR સ્ટડીમાં દાવો

Published By: Hiralal

Last Updated: 08:35 PM, 2 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ એન્ડ રિસર્ચના સ્ટડીમાં કોવેક્સિન વેક્સિન કોરોનાના તમામ વેરિયન્ટની સામે કારગર હોવાનો તથા 77 ટકા રક્ષણ આપતી હોવાનો રાહતનો દાવો કર્યો છે.

ADVERTISEMENT

  • ICMR સ્ટડીમાં રાહતનો દાવો 
  • કોવેક્સિન કોરોનાના તમામ વેરિયન્ટની સામે કારગર
  • કોરોનાની સામે 77 ટકા રક્ષણનો દાવો

ICMR સ્ટડી અનુસાર કોવેક્સિન ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન પર 77 ટકા અસરકાર રહી છે. જો તમે કોવેક્સિન લીધી હોય તો તમને ડેલ્ટા વેરિયન્ટની સામે રક્ષણ મળી શકે છે. ICMR એ કોવેક્સિન લેનાર 25,798 લોકોનો સ્ટડી કર્યો ત્યારે તેને જણાયું કે કોવેક્સિન કોરોનાના તમામ વેરિયન્ટની સામે કારગર છે. તથા તે લોકોને 63.6 ટકા રક્ષણ આપે છે. 

બન્ને ડોઝ લીધા બાદ જડબેસલાક સુરક્ષા કવચ
પહેલી વાર એપ્રિલ 2021 માં ભારતમાં સામે આવ્યાં બાદ ડેલ્ટાના અત્યાર સુધી ચાર વેરિયન્ટ આવી ચૂક્યા છે. AY.1, AY.2 અને AY.3. ત્યાર બાદ આખી દુનિયામાં ફેલાયો હતો. હવે ડેલ્ટા યુરોપ, એશિયા અને અમેરિકામાં તબાહી મચાવી રહ્યો છે. જોકે આ સ્ટડીમાં એવું જણાયું છે કે બન્ને ડોઝ લીધા બાદ ડેલ્ટા વેરિયન્ટની સામે સંપૂર્ણ સુરક્ષા મળે છે. 

બાળકો પર પણ કોવાસીન ટ્રાયલ શરુ થઈ 

જે લોકોને બીજી વખત કોરોના થઈ રહ્યો છે અથવા રસી લીધા પછી કોરોના થઈ રહ્યો છે, જેને બ્રેક થ્રુ ઈન્ફેક્શન કહેવાય છે, તેઓ પણ રસીથી રક્ષણ મેળવી રહ્યા છે. કોવાસીન ભારત બાયોટેક અને ICMR દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. હવે આ રસીનું ટ્રાયલ બાળકો પર પણ ચાલી રહ્યું છે.  સપ્ટેમ્બર સુધીમાં કોવાસીનની બાળકો પરની ટ્રાયલ પૂરી થાય તેવી સંભાવના છે. 

વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદના વડાએ કહ્યું કે રસીકરણ અને માસ્ક પહેરવાથી ચોક્કસપણે ત્રીજી તરંગની તીવ્રતા ઘટાડવામાં મદદ મળશે. માંડેએ કહ્યું કે તેઓ કેરળમાં કોરોનાના વધતા આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પ્લસ વધારે ચિંતાનો વિષય નથી.

ડેલ્ટા કે ડેલ્ટ પ્લસ કયો વેરિયન્ટ સૌથી વધારે ઘાતક છે
ડોક્ટર માંડેએ જણાવ્યું કે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી ઘાતક છે પરંતુ ડેલ્ટા પ્લસ અંગે કોઈ ચિંતા કરવાની જરુર નથી. બ્રિટન, યુરોપ, અને અમેરિકાએ આગળની લહેર જોઈએ છે. આપણે એક ઉદાર દ્રષ્ટિકોણ અપનાવો પડશે. ત્રીજી લહેર આવવાની સંભાવના છે પ રંતુ ક્યારે અને કેવી રીતે આવશે તે કહેવું મુશ્કેલ છે. વાયરસના નવા મ્યુટેંટ અથવા કોવિડ-19 ના પ્રોટોકોલનું પાલન કરવામાં ઢીલને કારણે આવું થઈ શકે છે. 

શું કોરોના વેક્સિન કામ કરી રહી છે
તેમણે કહ્યું કે લોકો પર કોરોના વેક્સિન એકદમ સારી રીતે કામ કરી રહી છે તેને માટેના વૈજ્ઞાનિક પુરાવા પણ મોજૂદ છે. હાલમાં વેક્સિન જ ત્રીજી લહેર માટે એકમાત્ર હથિયાર છે. બધા લોકોએ જલદીથી વેક્સિન લેવી જોઈએ. જેથી કરીને ત્રીજી લહેરનો સામનો કરવામાં સરળતા રહે. કોરોનાની જીનોમિક દેખરેખ આગામી 3 વર્ષ સુધી ચાલુ રહેશે. 

ICMRના એક્સપર્ટોનું કહેવું છે કે દરેક રાજ્યોએ ત્રીજી લહેરને લઈને કડક પગલા લેવા જોઈએ. ICMRના મહામારી વિજ્ઞાન પ્રમુખ સમીરન પાંડે એ કહ્યું કે પુરા દેશમાં ત્રીજી લહેરનું સંક્રમણ નહી ફેલાય કારણે બીજી લહેર વખતે મોટા ભાગના રાજ્યોમાં સંક્રમણ ભયંકર રીચતે ફેલાયું હતું, પરંતુ સરકાર દ્વારા ત્રીજી લહેરનું સંક્રમણ રોકવા અત્યારથી પહલા લેવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Corona pandemic corona india india corona કોરોના મહામારી કોરોના વર્લ્ડ કોરોના વાયરસ કોરોના વેક્સિન કોવેક્સિન Corona Vaccine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ