બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The terror of stray dogs is increasing in Dwarka

આતંક / પહેલા માતેલા સાંઢ હવે હડકાયા શ્વાનનો આતંક: દ્વારકામાં 2 જ દિવસમાં 13 ભક્તો ભોગ બન્યા, હોસ્પિટલ ગયા તો વેક્સિન જ નહીં

Malay

Last Updated: 03:58 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: દ્વારકામાં 2 દિવસમાં 13 જેટલા યાત્રાળુઓને શ્વાને ભર્યા બચકા, સરકારી હોસ્પિટલમાં ARV ઇન્જેક્શનનો જથ્થો ઘણા સમયથી ખાલી.

  • દ્વારકામાં હડકાયા શ્વાનનો આતંક 
  • 13 જેટલા યાત્રાળુઓને ભર્યા બચકા
  • જરૂરી વેક્સિન હોસ્પિટલમાં ખાલી

Dwarka News: ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે. હાલમાં દ્વારકામાં પણ રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં 2 દિવસમાં 13 જેટલા યાત્રાળુઓને હડકાયા શ્વાને બચકા ભરતા એક તરફ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

શ્વાન'માં આ છે વિશ્વની સૌથી મોંઘી પ્રજાતિ: જેની કિંમત છે લાખોમાં, સારસંભાળ  લેવા કઇ-કઇ કાળજી રાખવી હિતાવહ | Things you didn't know about dogs learn  from the experts

13 લોકોને શ્વાને ભર્યા બચકા
મળતી માહિતી અનુસાર યાત્રાધામ દ્વારકાના વિકાસની પોલ ખુલી છે. દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી રખડતા તેમજ હડકાયા શ્વાનનું વધતું પ્રમાણ હવે સ્થાનિક લોકો માટે ભારે સમસ્યાનું સ્વરૂપ બની રહ્યું છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં 13 જેટલા લોકોને શ્વાને બચકા ભરતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. 

ARV ઇન્જેક્શનનો જથ્થો ખાલી
દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન કરડ્યા બાદની જરૂરી વેક્સિનનો જથ્થો ખતમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં ARV ઇન્જેક્શનનો જથ્થો ઘણા સમયથી ખાલી હોવાનું સામે આવતા સ્થાનિકો લાલઘુમ થઈ ગયા છે. શ્વાનનો ભોગ બનનાર આ દર્દીઓને જામનગર રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે પ્રશ્ન પૂછતા હોસ્પિટલ સત્તાધીશોએ ભેદી મૌન સેવ્યું છે. 

કૂતરું કરડે તો હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી
આપને જણાવી દઈએ કે, અમદાવાદના વેટરનરી સર્જન ડો. કિશોર ટ્રાન્સડિયાએ જણાવ્યું કે હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ કૂતરૂ કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે કૂતરું કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.  

કૂતરું કરડે તો શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. કૂતરું કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ