બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / The terror of stray cattle continues in the state

આતંક / અમદાવાદમાં રખડતાં ઢોરે દાટ વાળ્યો, ગાયની અડફેટે આવતા ટેમ્પો ચાલકનું મોત, રાજ્યમાં 4નો ભોગ

Dinesh

Last Updated: 08:52 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધુ એકવાર રખડતા ઢોરનો આતંક યથાવત; અમદાવાદના ઓઢવમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો લીધો ભોગ, રાજ્યમાં 24 કલાકમાં 4 વ્યક્તિના મોત

  • અમદાવાદમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો લીધો ભોગ
  • ઓઢવમાં રખડતા ઢોરના કારણે ટેમ્પોચાલકનું મોત
  • રખડતા ઢોરના કારણે રાજ્યમાં 24 કલાકમાં 4 વ્યક્તિના મોત


રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા ઢોરના કારણે આજે રાજ્યના અલગ અલગ શહેરોમાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. અમદાવાદમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. 24 કલાકમાં રાજ્યમાં રખડતા ઢોરના કારણે 4 વ્યક્તિના મોત થયાં છે. ફરી એક વાર રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બન્યો છે. ઓઢવમાં રખડતા ઢોરના કારણે ટેમ્પોચાલકનું મોત થયું છે. ઢોર વચ્ચે આવતા ટેમ્પો પલટી જતા ઈજા પહોંચી હતી. 30 વર્ષના ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે

રખડતા ઢોરના કારણે 24 કલાકમાં 4 વ્યક્તિના મોત
ફરી એક વખત રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રખડતા પશુને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પાટણમાં રખડતા પશુએ 4 મહિલાઓને અડફેટે લીધી હતી જેમાં 2 મહિલાઓના મૃત્યુ થયા છે જ્યારે અન્ય બે મહિલાને ગંભિર ઈજા થઈ છે. 

સુરતમાં યુવકનુ મોત
આજે સુરતના ઓલપાડ રોડ પર બે યુવક બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક સાથે ગાય અથડાતા બાઇક સવાર બન્ને યુવકો નીચે પટકાયા હતા. જેમાં બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજ્યમાં રખડતા પશુનો અનેક લોકો ભોગ બની રહ્યા છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ