બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The talk of heart attack in youth due to side effect of covid vaccine is baseless health minister
Vishal Khamar
Last Updated: 03:36 PM, 5 February 2024
ADVERTISEMENT
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવીડ દરમ્યાન સાવચેતીનાં ભાગરૂપે પગલા લેવાયા હતા
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેર માં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ 88 બોટલ, 13 હજારના મુદ્દામાલ સાથે ભાવનગર SOGની મોટી કાર્યવાહી, ઝડપ્યો નશાકારક સિરપનો વેપલો
આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી ને મંજુરી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.