બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Bhavnagar police seized a bundle of intoxicating syrup
Last Updated: 02:56 PM, 5 February 2024
ADVERTISEMENT
યુવાઓને બરબાદ કરતો નશાકારક સીરપ નો વેપલો ભાવનગર શહેરમાં ખૂણે ખાચરે વધી રહ્યો છે ત્યારે SOG પોલીસ દ્વારા ખેડૂત વાસ વિસ્તારમાંથી સિરપનું વેચાણ કરનાર હરેશ ડાભીને સિરપની 88 બોટલ સાથે ઝડપી લીધો છે સિરપ નું વેચાણ કરનાર શખ્સ સરદાર નગર માં આવેલા હરિઓમ મેડિકલ સ્ટોર પરથી કફ સીરપ ની બોટલો લાવીને વેચાણ કરતો હતો જોકે પોલીસની રેડ બાદ મેડિકલ સ્ટોર નો માલિક ભાગી ગયો છે
ADVERTISEMENT
પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી
ભાવનગરમાં આરોગ્ય વિભાગની નહિવત કાર્યવાહીના કારણે એસોજી પોલીસ દ્વારા દુકાન અને મેડિકલ સ્ટોર પરથી કફ સિરપના વિક્રેતા ને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં બાતમીના આધારે એસોજી પોલીસે ખેડૂતવાસ વિસ્તારમાંથી હરેશ ડાભીના રહેણાક મકાન પરથી CODELNE PHOSPHATE નું ઘટક તત્વ ધરાવતી કફ સીરપ ની બોટલ ના જથ્થા સાથે કુલ 13112 રૂપિયાના મુદ્દા માલ સાથે કુલ 88 બોટલ નંગ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં હરિઓમ મેડિકલ સ્ટોર નું નામ તપાસ દરમિયાન બહાર આવતા ધર્મેશ સિંધી નામનો સ્ટોર માલિક ફરાર થઈ ચૂક્યો છે. પકડાયેલી ઈસમ વિરુદ્ધ બી ડિવિઝન ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા કુલ રૂા. 21000 નો મુદ્દામાલ કબ્જે કર્યો
ત્યારે આ બાબતે તપાસ અધિકારી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, કોડીન ફસ્ટ્રેટ નામની જે કફ સિરપની બોટલો છે. કફ સિરપની બોટલનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પંચોની હાજરીમાં એસઓજીની ટીમે રેડ કરતા પોલીસે 88 બોટલ કિ.રૂા. 13000 તેમજ મોબાઈલ સહિત કુલ રૂા. 21000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT