બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / The tender for medical store in Rajkot Civil has not been released
Vishal Khamar
Last Updated: 02:30 PM, 5 February 2024
ADVERTISEMENT
રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેડિકલ બાબતે છેલ્લા નવ વર્ષથી ટેન્ડર જ બહાર ન પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2012માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે ટેન્ડરની મુદત 3 વર્ષની હતી. 2015 માં ટેન્ડર પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં છેલ્લા નવ વર્ષથી કોઈપણ જાતનું ટેન્ડર સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા કરવામાં ન આવ્યું હોવાનું વિગતો સામે આવી હતી. રાજકોટ શહેર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના રહેલું સુવિધા મેડીકલ સ્ટોર પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરીયાનાભાઈ છગન કથીરિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ સિવિલ હોસ્પિટલ દ્વારા વાર્ષિક 80 લાખથી વધુની દવા મેડિકલ માંથી ખરીદ કરવામાં આવે તેવી વિગતો સામે આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા મેડિકલના વિવાદના મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમા રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે 2016 થી 2020 સુધીમાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 2020 વગર ટેન્ડર પ્રક્રિયા એક વખત હાથ ધરવામાં આવી હતી જોકે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર બે જ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જે તે સમયે કમિટી દ્વારા નક્કી કર્યા મુજબ મેડિકલ નું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. ત્યારે સુવિધા મેડિકલ માંથી કેટલી દવાનો જથ્થો ખરીદ કરવામાં આવે છે તે અંગે સિવિલ સુપ્રીટેન્ડન્ટ કોઈપણ જાતનો આંકડો બોલવાનું ટાળ્યા હતા. આમ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટની વાત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, વર્ષ 2015 થી લઇ 2020 સુધી એક પણ જાતનું ટેન્ડર પ્રક્રિયા નથી આવી. તેમજ વર્ષથી લઈ અત્યાર સુધી પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી...
ADVERTISEMENT
તો બીજી તરફ સમગ્ર મામલે મેડિકલના સંચાલક છગન કથીરિયાનું કહેવું છે કે, અમે નિયમ મુજબ મેડિકલ ચલાવી રહ્યા છીએ દર વર્ષે 10 ટકા ભાડામાં વધારો સાથે સંચાલન કરીએ છીએ
વધુ વાંચોઃ શું હવે અમદાવાદના ગરીબોને મળશે પાક્કા મકાન? સ્લમ ક્વાર્ટરને કરાશે રી-ડેવલપ, જાણો
હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવેલી સુવિધા મેડિકલ વગર ટેન્ડરે કમીટી દ્વારા યથાવતો રાખવામાં આવી છે.. પરંતુ સવાલ એ છે કે મેડિકલમાં મોટી દવાઓ બહારથી મંગાવવામાં આવતી હોવાથી તે જ મેડિકલમાં કેમ ખરીદવામાં આવે છે તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.