બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A plan to make a new slum quarter was undertaken by the Ahmedabad Municipal Corporation

મેગા પ્રોજેક્ટ / શું હવે અમદાવાદના ગરીબોને મળશે પાક્કા મકાન? સ્લમ ક્વાર્ટરને કરાશે રી-ડેવલપ, જાણો

Vishal Khamar

Last Updated: 02:01 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્લમ ક્વાર્ટરને નવા બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. જૂના અને જર્જરિત થઈ ચૂકેલા સ્લમ ક્વાર્ટરના રિ-ડેવલપ કરવામાં આવશે. શહેરમાં ગરીબોને પાકા મળી રહે તે હેતુથી AMC દ્વારા નવા મકાન બનાવવામાં આવશે.

  • અમદાવાદના ગરીબોને મળે છે પાકું મકાન
  • AMC ની રી ડેવલમેન્ટ સ્કીમ સ્લમ એરિયા બનશે ભૂતકાળ  
  • સ્લામ વિસ્તાર માં AMC દ્વારા આપવામાં આવે છે નવી સુવિધાઓ 

અમદાવાદના શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ઝૂપડપટ્ટી અથવા તો વર્ષો પહેલા તૈયાર થયેલા મકાનો હાલ અત્યંત જર્જરિત થયા છે,લોકો ઘરમાં સૂતા હોય તો પણ રાત્રે અથવા તો ગમે ત્યારે સતના પોપડા પડે અને જાનહાની ની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ લોકોને પણ પાકા મકાન સારી સુવિધા સાથે મળે તેને ધ્યાનમાં લઈને અનેક વિસ્તારોમાં રીવલોપમેન્ટની કામગીરી હાથ ધરી છે. 

અમદાવાદ માં છેલ્લા કેટલાય વર્ષો થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ મ્યું. કોર્પોરેશન દ્વારા ગરીબોને સારું ઘર અને તમામ મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સ્લમ વિસ્તારને ડેવલપ કરવાનું બીડું ઉઠાવ્યું છે, શહેરના નવરંગપુરા વિસ્તાર હોય કે વેજલપુર વિસ્તાર જ્યાં સ્લમ વિસ્તાર હતો ત્યાં AMC દ્વારા ગરબીને પાકા મકાન બનાવી આપવામાં આવી રહ્યા છે, સ્લમ વિસ્તારમાં થી AMC ને ગટર, પીવાના પાણી બાબતે અનેક ફરિયાદો આવતી હતી ત્યારે આ તમામ ફરિયાદોનો એક સાથે નિકાલ અને લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુ થી AMC દ્વારા સ્લમ વિસ્તારમાં સારી સુવિધાના એક રૂમ, રસોડું, બાલકની ની સુવિધા સાથે નવા મકાનો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

AMC દ્વારા તમામ સ્લમ ક્વાટર ને તોડીને નવા જ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂના સ્લમ ક્વાટર હતા જેમાં હવે ઘરમાં પોપડા પાડવા, ગટર ની લાઈન વારંવાર તૂટી જવી, પીવા નું પાણી સમયસર ના આવવું અથવા તો ચોમાસામાં પાણી ભરાઈ જવાની ફરિયાદો AMC ને છાસ વરે મળતી હતી. અનેક ફરિયાદોનું નિરાકરણ કરવા છતાં પણ સમસ્યાઓ ત્યાંને ત્યાં જ ફરી ઊભી હતી. જેથી AMC દ્વારા તમામ સ્લમ ક્વાટર ને તોડીને નવા જ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં રખિયાલના સોનારિયા વિસ્તારમાં સ્લમ ક્વાટરનું રી ડેવલમેન્ટનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આમ આ યોજના પૂર્ણ થશે ત્યારે તમામ લોકોને સારી સુવિધાઓ, સ્વચ્છતા અને પહેલા કરતા મોટું મકાન પણ પ્રાપ્ત થશે.  

વધુ વાંચોઃ PM મોદી આવશે ગુજરાત: 16થી 22મીએ મહેસાણામાં યોજાનાર કાર્યક્રમમાં આપશે હાજરી, જાણો વિગત

રીપેરીંગ અને મેન્ટનન્સના કારણે અનેક સ્લમ વિસ્તારો ચાલીઓ જર્જરિત બની જાય છે
આમ ગરીબ નાગરિક પોતાની કમાણી માં ઘર ચલાવે છે મકાન રિપેર કરાવે ? ત્યારે રીપેરીંગ અને મેન્ટનન્સના કારણે અનેક સ્લમ વિસ્તારો ચાલીઓ જર્જરિત બની જાય છે. અનેક ફરિયાદો AMC ને પ્રાપ્ત થઈ હતી. જેથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન હવે ગરીબો માટે દેવદૂત બની ને શહેરના મોટાભાગ ના સ્લમ ક્વાટર ને રી ડેવલમેન્ટ કરીને તમામ લોકોને સારી સુવિધાઓની અનુભુતી કરાવી રહ્યું છે ત્યારે હજુ અનેક વિસ્તારમાં AMC દ્વારા પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ