ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prana pratishta program of Valinath Mahadev Temple will be held at Tarabh in Visanagar

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ / PM મોદી આવશે ગુજરાત: 16થી 22મીએ મહેસાણામાં યોજાનાર કાર્યક્રમમાં આપશે હાજરી, જાણો વિગત

Published By: Vishal Khamar

Last Updated: 01:42 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના વિસનગરમાં ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતભરથી સંતો મહંતો કાર્યક્રમમાં જોડાશે.

ADVERTISEMENT

  • વિસનગર ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
  • 22 ફેબ્રુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા- જયરામગીરી બાપુ
  • "પ્રધાનમંત્રી  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે હાજર

 મહેસાણાનાં વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જયરામગીરી બાપુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.  આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભારતભરથી સંતો મહંતો કાર્યક્રમમાં જોડાશે. તેમજ રાજકીટ આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાશે. તા. 16 થી 22 તારીખ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતાઓ છે.

10 વર્ષની મહેનત બાદ આ મંદિર પૂર્ણ થઈ રહ્યું છે
મહેસાણાનાં વિસનગર ખાતે નિર્માણ થઈ રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહંત જયરામગિરી બાપુએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર તરભ આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર છે. પૂ. બળદેવગીરી મહારાજનું સ્વપ્ન વાળીનાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે.  સોમનાથ બાદ બીજા નંબરનું આ શિવધામ 1 લાખ 45 હજારથી પણ વધુ ઘન ફૂટ પથ્થર વપરાયેલ છે. અથાગ 10 વર્ષની મહેનત બાદ આ મંદિર પૂર્ણ થઈ રહ્યું છે.  જેની પ્રતિષ્ઠા આગામી સમયમાં યોજાવાની છે. 

વધુ વાંચોઃ સ્વેટર કે ગાદલાં મૂકી ના દેતા! ગુજરાતમાં ફરીથી વધશે ઠંડીનું જોર, જાણો અંબાલાલની થથરી જવાય તેવી આગાહી

વડાપ્રધાનનાં હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે. આ કાર્યક્રમમાં દુનિયાભરનાં સાધુ સંતો, મહંતો, મંડલેશ્વર, અયોધ્યા, કાશી, વૃંદાવન તમામ જગ્યાએથી સંતો પધારવાના છે.  વડાપ્રધાન તા. 22.2.2024 નાં રોજ પ્રતિષ્ઠા સમયે બપોરે 12 કલાકે ઉપસ્થિત રહી તેમનાં હસ્તે આ પ્રતિષ્ઠા થશે. તેમજ સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahadev Mandir Tarabh VISNAGAR mehsana તરભ પ્રાણ પ્રતિષ્ઠા મહેસાણા વાળીનાથ મહાદેવ મંદિર વિસનગર Mahesana

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ