ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mawtha forecast in Karai state by meteorologist Paresh Goswami and Ambalal Patel
Last Updated: 08:54 AM, 5 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પવનની દિશામાં ફેરફાર થતા ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જીલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડવાની થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો.
ADVERTISEMENT
તેમજ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, માવઠું સમગ્ર રાજ્યમાં નહી પડે. તેમજ મહત્તમ તાપમાન ઊંચું આવશે. હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થશે. પરંતું તા. 5 અને 6 દરમ્યાન પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે. તો કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરવા પણ નીચું રહેવાની શક્યતાઓ છે. 5 ફેબ્રુઆરીથી તા. 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે.

ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોમાં તાપમાન 12 ડિગ્રીએ પહોંચશે. તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી શકશો. તેમજ તા. 19 થી 22 ફેબ્રુઆરીએ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી શકશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય રહેશે. તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ અંતે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની મુંબઇથી ધરપકડ, ગુજરાત ATSની તાબડતોબ કાર્યવાહી
તેમજ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.