બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયામાં થશે મોટો ફેરફાર, આ દિગ્ગજની થઇ શકે છે છૂટ્ટી!

ક્રિકેટ જગત / T20 વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયામાં થશે મોટો ફેરફાર, આ દિગ્ગજની થઇ શકે છે છૂટ્ટી!

Last Updated: 08:57 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચમાં મોટો ફેરફાર થઈ શકે છે.

હાલમાં IPL ની સિઝન ચાલી રહી છે. આ IPL પૂરી થતા જ વર્લ્ડકપનો આગાજ થશે. T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચમાં મોટો ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કરાર ODI વર્લ્ડ કપ 2023 પછી લંબાવવામાં આવ્યો હતો. તે નવેમ્બર 2021થી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ પર છે. જો કે હવે સમાચાર આવ્યા છે કે બોર્ડ ટૂંક સમયમાં નવા કોચ માટે જાહેરાત બહાર પાડશે. દ્રવિડનો કરાર જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થશે.

team-india-1

અમને ત્રણ વર્ષ માટે લાંબા ગાળાના કોચ જોઈએ છે. ભારતીય ક્રિકેટમાં અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ રાખવાનો ટ્રેન્ડ રહ્યો નથી. આ સિવાય અમારી પાસે ઘણા એવા ખેલાડીઓ છે જેઓ ઋષભ પંત, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા તમામ ફોર્મેટમાં રમે છે. તેણે કહ્યું, આ નિર્ણય ક્રિકેટ સલાહકાર સમિતિએ લેવાનો છે. તે જે પણ નિર્ણય લેશે, હું તેનો અમલ કરીશ. જો તેઓ કહે કે તેમને વિદેશી કોચ જોઈએ છે તો હું દખલ નહીં કરીશ.

rahul dravid.jpg

દ્રવિડને હવે તક મળશે ?

અહેવાલો અનુસાર, જો દ્રવિડ ઈચ્છે તો આ પદ માટે ફરીથી અરજી કરી શકે છે પરંતુ પહેલાની જેમ કોઈ ઓટોમેટિક એક્સટેન્શન નહીં મળે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. રાહુલનો કાર્યકાળ માત્ર જૂન સુધીનો છે. તેથી જો તે અરજી કરવા માંગે છે, તો તે કરવા માટે સ્વતંત્ર છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શાહે વિદેશી કોચની નિમણૂક કરવાની શક્યતાને પણ નકારી કાઢી છે. શાહે વધુમાં કહ્યું, અમે નક્કી કરી શકતા નથી કે નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તે CAC પર નિર્ભર રહેશે અને અમે વૈશ્વિક સંસ્થા છીએ.

jay shah1.jpg

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે સેવા આપતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. આ સાથે જ કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રાહુલ છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા સહ-આયોજિત કરવામાં આવે છે, જ્યારે ફાઈનલ 29 જૂને રમાશે.

વધુ વાંચો : માત્ર LSG નહીં, IPL બાદ આ 4 ટીમના દિગ્ગજોની પણ છીનવાઇ શકે છે કેપ્ટનશીપ

T-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટેઇન), સંજુ સેમસન (વિકેટકીન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ : શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ