બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / The stock market continued to rise for the fifth consecutive day

તેજી / RBIના નિર્ણય પછી શેર બજારમાં 'હનુમાન કૂદકો', સેન્સેક્સમાં આટલા પોઈન્ટના ઉછાળા સાથે બંધ, આ શેરોના રોકાણકારો ફાવ્યા

Kishor

Last Updated: 04:12 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેર બજારમા તેજી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 155 વધીને 59,844 પર અટક્યો હતો તો 43 પોઇન્ટના ઉછાળા સાથે નિફટી 17,600 પર પહોંચ્યો હતો.

  • શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીનો સંચાર
  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજ દર મામલે નિર્ણયને લઈ તેજી 
  • સેન્સેક્સ 59,844 પર અટક્યો હતો તો નિફટી 17,600 પર બંધ

શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીનો સંચાર જોવા મળ્યો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ સપ્તાહમાં માર્કેટ મોજમાં હોય તેમ રોજેરોજ  સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થઈ રહ્યા છે. ત્યારે આજે પણ આ વધારાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. પરિણામે આજે સેન્સેક્સ 155 વધીને 59,844 પર અટક્યો હતો તે જ રીતે 43 પોઇન્ટના ઉછાળા સાથે નિફટી 17,600 પર પહોંચ્યો હતો. જેને લઈને સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા લોકો ગેલમાં આવી ગયા હતા. 

તહેવારોની રોનક શેરબજારમાં રંગ લાવી: સેન્સેક્સ 344 પોઈન્ટ ઉછળી 58 હજારને  પાર, જુઓ કયા સેક્ટરમાં તેજી-મંદી? | Stock Market Opening Stock market booms  Sensex opens near 58250 ...

સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો

નવા નાણાકીય વર્ષના પ્રારંભની સાથે જ બજારમાં વધારા સાથેના આવકારદાયક સંકેતો દેખાયા હતા. જે આજ સુધી યથાવત રહ્યા છે અને ત્રણ દિવસના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફટીમાં 1.6 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આવી સ્થિતિ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આજે વ્યાજ દરમાં કોઈ પણ ફેરફાર ન કરી અને જુનો દર યથાવત રાખવામાં આવ્યો તેવા સમાચાર વહેતા થતાની સાથે જ બજારમાં તેજી જોવા મળી હતી. પરિણામે પ્રારંભના સમયગાળા દરમિયાન નબળાઈનો માર સહન કર્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

VTV Gujarati News and Beyond on Twitter: "Stock Market Opening | સતત છઠ્ઠા  દિવસે શેરબજારમાં મંદી: સેન્સેક્સ 57,444.84 પોઈન્ટ તો નિફ્ટી 16,938.80  પોઈન્ટના સ્તરે ટ્રેડ #ShareMarketNews ...

સેન્સેક્સ 59844 તથા નિફ્ટી 17600 પર બંધ
આજે સેન્સેક્સ 59844 તથા નિફ્ટી 17600 ની સપાટી પર બંધ રહ્યા હતા. આજે બજાજ ફાઇનાન્સના શેરમાં 2.9% નો ઉછાળો આવ્યો છે તો ટાટા મોટર્સના શેરમાં 2.6% નો વધારો નોંધાયો છે એ જ રીતે બજાજ ફિનસર્વ માં પણ 1.9 ટકા અને સન ફાર્મામાં 1.5 ટકાનો વધારો આવતા રોકાણકારોને જલસા પડી ગયા હતા. બીજી બાજુ એચસીએઆ 1.76 ટકા અને , ઓએનજીસીમાં 1.5 ટકા તથા આઇસીઆઈસીઆઈ બેંકમા પણ 1 ટકાનો ઘટાડો થયો હતો તો ટેક મહિન્દ્રાના શેરમાં પણ 0.98 ટકાનો કડાકો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ