બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મંત્રીઓ જિલ્લામાં કરશે ધ્વજ વંદન, જુઓ કોણ ક્યાં?

ગુજરાત / પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મંત્રીઓ જિલ્લામાં કરશે ધ્વજ વંદન, જુઓ કોણ ક્યાં?

Last Updated: 05:05 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

tringa_0

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત

કેબિનેટ મંત્રીઓ

  1. કનુભાઈ દેસાઈ - વલસાડ
  2. ઋષિકેશ પટેલ - બનાસકાંઠા
  3. રાઘવજીભાઈ પટેલ - રાજકોટ
  4. બળવંતસિંહ રાજપૂત - મહેસાણા
  5. કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ
  6. મુળુભાઈ બેરા - જામનગર
  7. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર
  8. ભાનુબેન બાબરિયા - અમદાવાદ

આ પણ વાંચો: મજૂરીકામ કરતા યુવાનને મળી 1.96 કરોડનો ટેક્સ ભરવાની નોટીસ, ચોંકાવનારો ઘટસ્ફોટ થતા મચ્યો હડકંપ

PROMOTIONAL 10

રાજ્ય કક્ષાના મંત્રીઓ

હર્ષ સંઘવી - ગાંધીનગર

જગદીશ વિશ્વકર્મા - ખેડા

પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ

બચુભાઈ ખાબડ - દાહોદ

મુકેશભાઈ પટેલ - નવસારી

પ્રફુલ પાનશેરીયા - સુરત

ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર

કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

76th Republic Day 2025 Republic Day Celebration 2025 Republic Day 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ