બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મજૂરીકામ કરતા યુવાનને મળી 1.96 કરોડનો ટેક્સ ભરવાની નોટીસ, ચોંકાવનારો ઘટસ્ફોટ થતા મચ્યો હડકંપ
Last Updated: 03:09 PM, 23 January 2025
Patan GST Notice : મજૂરીકામ કરતા એક યુવાનને 1.96 કરોડનો ટેક્સ ભરવાની નોટીસ મળવાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં પાટણમાં સામાન્ય વર્ગના યુવકને GST વિભાગની કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા યુવકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સમી તાલુકામા આવેલ દુદખા ગામનો વતની અને અમદાવાદની ચાણક્યપુરી સોસાયટીમાં ભાડે રહેતા સુનીલ સથવારા (દલવાડી)નામના સામાન્ય પરિવારના યુવકને બેંગલુરુ GST વિભાગની રૂપિયા 1.96 કરોડના ટેક્ષ ભરવાની નોટીસ મળી હતી.
ADVERTISEMENT
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામનો વતની સુનીલ સથવારા (દલવાડી)આ યુવાન મિસ્ત્રી કામ કરી પોતાનો ઘરનો ગુજરાત ચલાવે છે. વિગતો મુજબ મહિને 16થી 17 હજાર રૂપિયા કમાઈ પોતાના પરિવારનો જતન કરે છે. આ તરફ અચાનક આ યુવાનને બેંગલોરથી એક GST વિભાગની નોટિસ મળે છે, જે 5,10 કે 25 હજાર નહીં પરંતુ 1.96 કરોડની જીએસટીની નોટિસ હતી. આટલી મોટી રકમ ની નોટિસ જોતા જ યુવાનના પગ નીચેથી જમીન ખસી જાય છે.

ADVERTISEMENT
આ તરફ સુનિલ એક વકીલ પાસે જાય છે જ્યાં એ નોટિસ એ વકીલને બતાવે છે. જ્યારે વકીલ દ્વારા GST નંબર ઓનલાઈન તપાસ કરાતા ચોકાવનારી વાત સામે આવે છે. જેમાં સુનિલ સથવારાને મળેલી નોટિસ ફક્ત એક જ કંપનીની GSTની હતી જ્યારે આ સુનિલના નામે એક નહીં બે નહીં પણ 11 જેટલી કંપનીઓ ચાલે છે, જે દેશના અલગ અલગ રાજ્યોમાં છે. જેમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં અરુણાચલ પ્રદેશના અંજાવ હવાઈમાં, અરુણાચલ પ્રદેશના પાપુમમાં, મણીપુર, ત્રિપુરા મહારાષ્ટ્રના નાગપુર, કર્ણાટકા, તમિલનાડુ અને આંદામાર અને નિકોબાર જેવી જગ્યાએ આ યુવાનના નામની કંપનીઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : નલિયા સામૂહિક દુષ્કર્મ કેસને લઇ સૌથી મોટા સમાચાર, તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર
ADVERTISEMENT
આ તરફ યુવાનના નામના બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરી હોવાનું જણાતા ભોગ બનનાર યુવકના પરીવારે ગૃહવિભાગ અને ક્રાઇમબ્રાંચમાં રજૂઆત કરી છે. સુનીલ સથવારા નામના આ યુવકના નામે દેશના અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓના નામે કરોડોનુ ટર્ન ઓવર થયાનું સામે આવતા હાલ તો આ યુવક તેના પરિજનો ગાંધીનગર ક્રાઇમબ્રાંચમાં રજૂઆત પણ કરી છે. આ સાથે અન્ય કોઈ સાથે આ પ્રકારની છેતરપિંડી ના થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ્યસભા ચૂંટણી 2026 / આજે રાજ્યસભાના સાંસદ પદના ગુજરાતના ઉમેદવાર ફોર્મ ભરશે, CM, ડે. સીએમ રહેશે હાજર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.