બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / The snake is gone but Lesotho remains.! Severe weather in Amreli due to cyclone, one can of food left as grain gets soaked

મોરંગી ગામ / સાપ ગયો પણ લીસોટા રહી ગયા.! અમરેલીમાં વાવાઝોડાને કારણે દારુણ સ્થિતિ, અનાજ પલળી જતાં એક ટંકનું ખાવાના ફાંફાં

Vishal Khamar

Last Updated: 10:34 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઈ છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મોરંગી ગામમાં ગઈકાલે પડેલા ભારે પવન અને વરસાદથી તબાહી જોવા મળી હતી. જેને લઈને આ ગામના 40 જેટલા મકાનોના નળીયા ઉડી ગયા અને દીવાલો ધરાશાયી થઈ હતી.

  • મોરંગી ગામે વાવાઝોડાની અસર
  • 40 જેટલા મકાનોના નળિયા ઉડ્યા
  • કાચા મકાનોની દિવાલ ધરાશાયી

તાઉતે વાવાઝોડામાં જે પરિવારે મકાન પડી ગયા બાદ માંડ ઉભા કરેલા હવે તે મકાનને ફરી બિપોર જોય વાવાઝોડા થપાટ લાગતા આ પરિવાર ઘર વિહોણો થયો છે. મોરંગી ગામમાં  મકાન વિહોણા બનેલા અસરગ્રસ્તો પરિવારો હાલ શાળામાં રહે છે. જેને લઈને સરકાર અને સરપંચ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ પોતાના ઘર વાવાઝોડામાં ગુમાવ્યા બાદ પીડિત પરિવારો સરકાર પાસે આશા સાથે પર સરપંચ પાસે યોગ્ય કરે તેવી માંગ કરાઈ છે.

 વાવાઝોડાની આફતમાંથી ઉગર્યા પણ સાપ ગયાને લીસોટા રહી ગયા તેમ અમરેલી જિલ્લાના રાજુલા ના મોરંગી ગામે ભારે પવનને વાવાઝોડાને કારણે સાવ દારૂણ સ્થિતિમાં પરિવાર સાથે રહેતા જાકીર હુસૈનના કાચા મકાનની છત જ ઉડી ગઈને ભારે પવનથી પંખો પણ નષ્ટ પામ્યો. ત્યારે દક્ષાબેનના ઘરની દીવાલ ધરાશાહી થઈ જતા ઘરવખરી, અનાજ પલળી જતા એક ટંક ખાવાનું ફાંફાં થઈ પડ્યા છે. ત્યારે સરકાર દ્વારા આવા ઘર વિહોણા થયેલા તાઇતે વાવાઝોડામાંથી માંડ ઉગરેલા જાકીર હુસૈન અને દક્ષાબેનના માથેથી બિપોરજોય વાવઝોડાએ  છત છીનવી લીધી હતી. 

વી ટીવી દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ વખતે રાજુલાના મોરંગી ગામમાં ગઈકાલે ભારે પવન અને વરસાદથી તબાહી જોવા મળી હતી 40 જેટલા મકાનોના નળીયા ઉડી ગયા તો દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી જ્યારે તાઉતે વાવાઝોડામાં મકાન પડી ગયા બાદ માંડ ઉભા કરેલા મકાનને ફરી બિપોરજોય વાવાઝોડાની આફતે ઘર વિહોણા કરી દીધા. 

ઘરનાં પતરા તેમજ ગોદડું બધું પલળી ગયુંઃ જાકીર હુસૈન
આ બાબતે જાકીર હુસૈને જણાવ્યું હતું કે, મારા પરિવારમાં પાંચ સભ્યો છે.  જેમાં બે છોકરા છે અને એક છોકરી છે અને એક માજી છે.  અમે સાવ ગરીબ પરિસ્થિતિમાં છીએ. ત્યારે જે વાવાઝોડું આવ્યું ત્યારે આ વખતે તૌકતેમાં પણ આવી પરિસ્થિતિ થઈ હતી. અત્યારે પણ ઘરનાં પતરા ઉડી ગયા હતા.  તેમજ ખાવાનું અને અનાજ, ગોદડા બધું પલળી ગયું છે.  કોઈ જાતની પરિસ્થિતિ સારી નથી અત્યારે અમારી અને માંડ માંડ અમે અમારૂ ગુજરાન ચલાવીએ છીએ.

જાકીર હુસૈન (અસરગ્રસ્ત યુવક મોરંગી)

સરકાર દ્વારા મકાન બનાવવા માટે સહાય કરવામાં આવેઃ દક્ષાબેન
આ બાબતે અસરગ્રસ્ત મહિલા દક્ષાબેને જણાવ્યું હતું કે,  વાવાઝોડાનાં કારણે અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.  વાવાઝોડાનાં કારણે અમારા ઘરની છત પણ ઉડી ગઈ છે.  અમારા ઘરમાં 10 થી 15 જણા છીએ. ત્યારે વાવાઝોડાનાં કારણે ઘરમાં રહેલ અનાજ પણ પલળી ગયું છે. અમે મજૂરી કરી અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. ત્યારે સરકાર દ્વારા મકાન બનાવવા માટે સહાય કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

 દક્ષાબેન (અસરગ્રસ્ત મહિલા મોરંગી)

મકાન વિહોણા બનેલા અસરગ્રસ્તો સ્કૂલમાં રહે છેઃ સરપંચ
આ બાબતે સરપંચ ભાણજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, મોરંગી ગામમાં 40 જેટલા મકાનોના નળીયા ઉડી ગયા તો દીવાલો પડી ગઈ છે. જેથી મકાન વિહોણા બનેલા અસરગ્રસ્તો હાલ સ્કૂલમાં રહે છે. જેને સરકાર અને સરપંચ દ્વારા તકેદારી રાખવામાં આવે છે. પણ હજુ સહાય પહોંચતી થાય તેવી આશાઓ પર સરપંચ દ્વારા સરકાર યોગ્ય કરે તેવી માંગ કરાઈ છે.

ભાણજીભાઈ રાઠોડ (સરપંચ મોરંગી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ