બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / The shocking claim of an Israeli official, aliens are present on the ground, Trump was about to announce but ....

OMG / ઇઝરાયેલના અધિકારીનો ચોંકાવનારો દાવો, ધરતી પર હાજર છે એલિયન્સ, ટ્રમ્પ જાહેર કરવાના હતા પરંતુ....

Nirav

Last Updated: 12:56 AM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાઇલના એક વરિષ્ઠ અધિકારીએ એલિયન્સ અંગે ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. છેલ્લા ત્રીસ વર્ષથી ઇઝરાઇલના સ્પેસ સિક્યુરિટી પ્રોગ્રામના વડા અને નિવૃત્ત જનરલ હેમ ઇશેદનું માનવું છે કે એલિયન્સ પૃથ્વી પર છે અને જીવે છે અને તેઓ યુએસ અને ઇઝરાઇલ સાથે ગુપ્ત રીતે સંપર્કમાં છે.

  • ઇઝરાયેલના અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો 
  • ધરતી પર એલિયન્સ હાજર હોવાનો કર્યો દાવો 
  • અમેરિકા અને ઇઝરાયેલ ધરાવે છે ગુપ્ત જોડાણ 

તેમણે કહ્યું કે એલિયન્સ સામાન્ય લોકો માટે તેમનું અસ્તિત્વ જાહેર કરી રહ્યા નથી કારણ કે તેઓને લાગે છે કે લોકો હાલમાં આવા ખુલાસાઓ માટે તૈયાર નથી. હેમે ઇઝરાયલી અખબાર યેડિઓટ આહરોનોટને આપેલી મુલાકાતમાં પણ દાવો કર્યો હતો કે અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એલિયન્સ ના રહસ્યો જાહેર કરવાના હતા, પરંતુ યોગ્ય સમયે ગેલેક્ટિક ફેડરેશનના એલાયન્સે ટ્રમ્પને રોકી દીધો હતો.

અમેરિકાનો એલિયન્સ સાથે કરાર છે 

યુનાઇટેડ સ્ટેટ્સનો ગેલેક્ટીક ફેડરેશન હેઠળ એલિયન્સ સાથે ગુપ્ત કરાર છે, અને આ કરારથી મંગળ પર ભૂગર્ભ આધાર બનાવવાની દિશામાં કામ આગળ વધ્યું છે જ્યાં અમેરિકા ના અવકાશયાત્રીઓ અને કેટલાક એલિયન્સ હાજર છે. 

હેમ ઇશેદ ના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ એક સમયે એલિયન્સની હાજરીની ઘોષણા કરવાના હતા, પરંતુ તે એલિયન લોકોમાં કોઈપણ પ્રકારની ગભરાટ ફેલાવવા માંગતા નથી. તેઓ રાહ જોઈ રહ્યા છે કે જ્યારે માનવ સંસ્કૃતિ બ્રહ્માંડ, સ્પેસશીપ્સ અને બ્રહ્માંડને લગતી જટિલ બાબતોને સમજી શકશે. જેંના પછી તેઓ આ બાબતની ઘોષણા કરવાના હતા. ઇશેદે કહ્યું કે યુએસ સરકાર અને એલિયન્સ વચ્ચેના કરાર હેઠળ, આ એલિયન્સ પૃથ્વી પર ઘણા પ્રકારના પ્રયોગો કરે છે. 

માણસોની જેમ એલિયન્સ પણ ધરતી પર સંશોધન કરી રહ્યા છે

માનવ સંસ્કૃતિની જેમ, આ એલિયન્સ સંશોધન પણ કરી રહ્યા છે અને બ્રહ્માંડના ઊંડા રહસ્યો અને ફેબ્રિકને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેમને આ કાર્યમાં અમારી સહાયની જરૂર છે.ઇશેદે એમ પણ કહ્યું કે, જો તેણે પાંચ વર્ષ પહેલા જાહેરમાં આ વાત કરી હોત, તો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોત. પરંતુ તેને આશા છે કે હવે વસ્તુઓ બદલાશે. ઇશેદે કહ્યું કે તેણે જ્યાં પણ પોતાનો મુદ્દો મૂક્યો ત્યાં બધાએ તેને પાગલ ગણાવ્યો પણ તેને તેની કોઈ પરવા નથી અને તેને ગુમાવવાનું કંઈ નથી.

ઇશેદ 2011 માં નિવૃત્ત થયા ત્યારે તેમનું યોગદાન જોતા, ઇઝરાઇલ મીડિયાએ તેમને ફાધર ઓફ ઇઝરાઇલ સેટેલાઇટ પ્રોગ્રામ પણ કહ્યા. તેમની પદ પરથી પદ છોડ્યા પછી, તેણે પોતાનું મોટાભાગનું ધ્યાન એક જ વસ્તુ પર કેન્દ્રિત કર્યું છે જે તેના માટે ખૂબ રહસ્યમય અને રસપ્રદ છે, તે એલિયન્સ છે.જેરૂસલેમ પોસ્ટ મુજબ, આ વ્યક્તિએ તેના વિચારોને એક પુસ્તકનું સ્વરૂપ પણ આપ્યું છે. 

પોતાના પુસ્તકમાં આ થીયરી વિશે જણાવવાનો કર્યો છે દાવો 

ધ યુનિવર્સ બિયોન્ડ ધ હોરાઇઝન નામના આ પુસ્તકમાં, તેમણે એ સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે કે કેવી રીતે આ એલિયન્સએ આપણા પૃથ્વી પર પરમાણુ અકસ્માતો અટકાવ્યા છે. તેમણે આ પુસ્તકમાં એલિયન્સ ની પ્રકૃતિ, તેમના અસ્તિત્વથી સંબંધિત ઘણા સિદ્ધાંતો આપ્યા છે.નોંધપાત્ર વાત એ છે કે ઇઝરાઇલ ની અંતરિક્ષ એજન્સી ભવિષ્યના ચંદ્ર મિશન માટેની તૈયારી કરી રહી છે. અગાઉ, ઇઝરાયેલે એપ્રિલમાં પ્રયાસ કર્યો હતો, પરંતુ રોબોટિક ક્રાફ્ટથી સંબંધિત તેમનું ખાનગી ભંડોળનું મિશન નિષ્ફળ ગયું હતું. 

આ પહેલા, ફક્ત યુ.એસ., ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ ચંદ્ર પર નિયંત્રિત ઉતરાણ કરવામાં સક્ષમ છે. ઇશેદે દાવો કર્યો હશે કે અમેરિકા ના અવકાશયાત્રીઓ મંગળ પરના એલિયન્સ સાથેના ભૂગર્ભ આધારમાં હાજર છે, પરંતુ સત્ય વાત એ છે કે મંગળ પર કોઈ પણ દેશ કોઈ માનવને ઉતારવામાં સક્ષમ નથી. જોકે, અમેરિકા અને ચીન મંગળ પર નજર રાખી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aliens Israel USA space department space officer અમેરિકા એલિયન્સ ટ્રમ્પ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ