બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Shiva temple on the Sanala road in Morbi is such that only 25 years have passed since its construction.

દેવ દર્શન / ગુજરાતમાં શાંત, કુદરતી વાતાવરણમાં આવેલું છે ભોળાનાથનું મંદિર, માથું ટેકાવતા જ ભક્તોની દરેક મનોકામના થાય છે પૂર્ણ

Dinesh

Last Updated: 05:01 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીના સનાળા રોડ ઉપર આવેલો શિવમંદિર એવો છે કે, જેને નિર્માણ થયાને તો 25 વર્ષ જ વીત્યા છે પણ આ 25 વર્ષમાં મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતિ દૂર-દૂર સુધી પ્રસરી ગઈ છે

  • મોરબીના સનાળા રોડ પાસે બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ 
  • 25 વર્ષ પહેલા શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી 
  • નર્મદામાં કુદરતી બનેલુ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યુ છે


રાજ્યમાં શિવમંદિરો તો અનેક છે અને જાણીતા પણ છે. આપણે વાત કરવાની છે મોરબીના સનાળા રોડ ઉપર આવેલા એવા શિવમંદિરની કે જેને નિર્માણ થયે તો 25 વર્ષ જ વીત્યા છે પણ આ 25 વર્ષમાં મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતિ દૂર-દૂર સુધી પ્રસરી ગઈ છે. આસપાસની કેટલીય સોસાયટીઓ અને વિસ્તારો છે કે જેના રહીશો મહાદેવના દર્શને આવે છે અને અભિભૂત થાય છે. સવાર, સાંજ અહીં રચાય છે સિદ્ધિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ.

સિદ્ધિ, શક્તિ અને શ્રદ્ધાનો સંગમ
સૃષ્ટીના સર્જનહાર શિવજીના મંદિરમાં મહાદેવ શિવલિંગના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે અને નીરવ શાંતિનો અહેસાસ કરે છે. મોરબીના સનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડ ખાતે મહાદેવનુ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ નામથી સમગ્ર વિસ્તારમાં જાણીતું છે. મંદિર આસપાસની 22 જેટલી સોસાયટીઓના લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરવા માટે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આવે છે. મંદિરમાં સવાર સાંજ લોકો આરતીના સમયે તો આવે જ છે અને ભગવાનની ભક્તિ સાથે શાંત કુદરતી વાતાવરણમાં નીરવ શાંતિનો અનુભવ કરે છે. વાત હોય શ્રધ્ધાની તો પુરાવાઓની કયાં જરૂર છે. મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ તેમના ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ દરમિયાન લોકો સવારે શિવજીનું પૂજન અર્ચન કરવા માટે આવતા હોય છે.

25 વર્ષ પહેલા થયું હતું નિર્માણ
બારેમાસ તમામ હિન્દુ તહેવારોમાં મંદિર આસપાસની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે મહાદેવના મંદિરે ઉજવણી કરે છે. શિવ ભકતો શિવલિંગ પર વિવિધ સામગ્રીનો અભિષેક કરે છે. શિવજીને બીલીપત્ર અને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. 25 વર્ષ પહેલા શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સિદ્ધનાથ મંદિરમાં નર્મદા જીલ્લામાંથી કુદરતી રીતે બનેલુ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યુ છે. શ્રાવણ માસ માં 108 દીપમાળા કરવાનું અનેરું મહત્વ છે. ભાવિકો દ્વારા દીપમાળા કરીને એક કલાક થી વધુ સમય ભક્તિ સભર સાજિંદા ગ્રુપ સાથે સંગીતના તાલે મહાઆરતી કરીને ભગવાન શિવની પ્રાર્થના કરવામાં આવે છે.

વાંચવા જેવું:  8 થી 14 જાન્યુઆરી: આવનારા સાત દિવસ તમારા કેવા જશે? કયા જાતકો માટે દુખની ઘંટડી વાગી, જુઓ સાપ્તાહિક રાશિફળ

11 વખત રૂદ્રાભિષેક કરવાથી એક રુદ્રી જેટલું પુણ્ય મળે છે
ભોળાનાથ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સોસાયટી બહારથી પણ ઘણા ભાવિકો મહાદેવના  દર્શન કરવા આવે છે.  શ્રાવણ માસમાં મંદિરે અનેરો માહોલ હોય છે મહાદેવના મંદિરે રામનવમી, હનુમાન જયંતી, જન્માષ્ટમી અને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે દર સોમવારે મહારુદ્રીના આયોજનમાં શિવ ભક્તો જોડાય છે અને આખો દિવસ રુદ્રી અને જપતપ કરવામાં આવે છે તેનો લાભ સૌ કોઈ શિવ ભક્તોને મળતો હોય છે. મંદિરના મત પ્રમાંણે 11 વખત રૂદ્રાભિષેક કરવાથી એક રુદ્રી જેટલું પુણ્ય મળે છે ભાવિકો સિધ્ધેશ્વર મહાદેવના શરણમાં સોમવારે યોજાતા રુદ્રાભિષેકમાં જોડાઈ ધન્યતા અનુભવે છે.
    સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને મંદિરને વિકસાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શિવભકતો તરફથી પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. મંદિરે શિવજીનું પૂજન અર્ચન કરવા માટેના આવતા શિવ ભક્તોને સારી સુવિધા મળે તેના માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ