બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / The shares bought by the grandfather can be inherited by the grandson

કામની વાત / દાદાએ ખરીદેલા શેર પૌત્રને મળી શકે ખરા? જાણો શું છે ટ્રાન્સફરના નિયમ

Priyakant

Last Updated: 05:08 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Transfer News:  જેમ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે તેમ શેર પણ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. જો તમારા દાદાએ કોઈ શેર ખરીદ્યા હોય તો તે શેર તમારામાં કેવી રીતે ટ્રાન્સફર થાય તેના વિશેના નિયમ તમારે જાણવા જરૂરી છે.

Share Transfer : જો તમારા દાદાએ કોઈ શેર ખરીદ્યા હોય તો તે શેર તમને મળી શકે ખરા ? મકાન, જમીન, પૈસા જેવી સંપત્તિ તો વારસાઈમાં પૌત્રને આસાનીથી મળી શકે છે તેની પ્રોસેસ પણ સૌ લોકો પણ જાણે છે. પરંતુ દાદાએ ખરીદેલા શેર પૌત્રને કેવી રીતે મળે ? તે ટ્રાન્સફર કેવી રીતે શક્ય છે તે અમે તમને આજે જણાવીશું.

જો તમારા દાદાએ કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય તો તે શેર ડીમેટ એકાઉન્ટ દ્વારા સરળતાથી તમારામાં ટ્રાન્સફર કરી શકાય છે. ડીમેટ એકાઉન્ટ એ બેંક એકાઉન્ટ જેવુ જ હોય છે. ડીમેટ એકાઉન્ટમાં શેરના વ્યવહારો થાય છે. ડીમેટ એકાઉન્ટ પણ બેંક એકાઉન્ટની માફક સિંગલ અને જોઈન્ટ એમ બંને પ્રકારે ખોલી શકાય છે.

જો તમારા દાદાએ કોઈ શેર ખરીદ્યા હોય અને તેમનું મૃત્યુ થઈ જાય છે તો તેમના ખરીદેલા શેર કાનૂની વારસદારોને ટ્રાન્સફર કરી શકાય છે. જેમાં વારસદારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ફર્મનો કોન્ટેક્ટ કરવાનું થાય છે. જો મૃત્યુ પામનાર શેર હોલ્ડરે નોમિનીનું નામ જાહેર કરેલુ હોય તો શેર આસાનીથી ટ્રાન્સફર કરી શકાય છે.

દાદાના મૃત્યુ બાદ નોમિનીએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની ઓફિસેથી ટ્રાન્સમિશન ફોર્મ લેવાનું રહેશે. જેમાં મૃત્યુ પ્રમાણપત્રની નોટરીવાળી નકલ સામેલ કરવાની રહેશે.આ ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર બાદ વેરીફિકેશન બાદ નોમિનીના ડીમેટ એકાઉન્ટમાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે.

વધુ વાંચો: તમે UPI દ્વારા જમા કરાવી શકશો રોકડ રકમ, RBIએ મોનેટરી પોલિસીમાં કરી મોટી જાહેરાત

વસિયતનામું ન હોય તો ?
જો વસિયતનામું દાદા તમારા નામે કરીને ગયા હોય તો શેર ટ્રાન્સફર કરવા આસાન છે પરંતુ જો કોઈ વસિયતનામું કે નોમિની નક્કી ન કરાયા હોય તેવી સ્થિતિમાં અદાલતનો રોલ મહત્વનો બની જાય છે.જો શેર માટે કોઈ નોમિની જાહેર ન કરાયા હોય તો શેર કાનૂની વારસદારોને ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ કાનૂની વારસદાર કોર્ટના આદેશો દ્વારા નક્કી કરવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ