બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The route from Ahmedabad to Shankeshwar has trail banners everywhere but no trail anywhere

હકીકત / સરકાર વિકાસ અહીં અધૂરો છે! 20 કરોડ ખર્ચ્યા છતાં 5 વર્ષે પણ પગદંડી ભગવાન ભરોસે, જૈન મુનિઓ આજે પણ હાઈવે પર ચાલવા મજબૂર

Dinesh

Last Updated: 10:31 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદવાદના શંખેશ્વર સુધીના રૂટમાં ઠેર ઠેર પગદંડીના બેનરો મારેલા છે, કયાંક રેલીંગ સાથે પેવર બ્લોક પણ જોવા મળે છે. પરંતુ આખા રૂટમાં એક પણ કિમીની પગદંડી ચાલવા લાયક નથી

  • પગદંડીના પથ પર કાંટાળો વિકાસ!
  • 20 કરોડ ખર્ચ્યા છતાં પગદંડીનું કામ અધૂરું
  • જૈન મુનિ માટે બનાવાઇ હતી પગદંડી 


પગદંડી, આ શબ્દ કોઈ નવો નથી. ગામડામાં વસતો દરેક વ્યક્તિ તેનો અર્થ જાણે છે. પરંતુ આજે ચર્ચા એટલા માટે છે કે, ગુજરાત સરકાર દ્વારા હાઈવે પર વિહાર માટે નીકળતા જૈન મુનિઓના અકસ્માતોને લઈને થોડા વર્ષો પહેલા કરોડોના ખર્ચે હાઈવેની બાજુમાં પગદંડી પથ બનાવવાનું નક્કી કરાયું હતું. ત્યારે VTV ન્યૂઝ દ્વારા તે પગદંડીઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. 

કરોડો ખર્ચ્યા છતાં કામ અધૂરું
પગદંડી... એટલે કે, ચાલીને માણસ કે પશું તેના પરથી પસાર થઈ શકે તેવી કેડી. જેના પરથી કોઈ સાધન પસાર ન થઈ શકે. આ શબ્દ ગામડામાં વસતા લોકો માટે કોઈ નવો શબ્દ નથી. કારણ કે, આજે પણ ત્યાં ગામડાની સીમમાં કેડીઓ જોવા મળે છે.  બજેટમાં જૈન સમુદાયના સાધુ-સંતો માટે હાઈવેની બાજુમાં પગદંડી બનાવવા માટે રાજ્યની સરકાર દ્વારા ફાળવાયું હતું. કારણ કે, જૈન મુનીઓ અને સાધ્વીઓ જ્યારે વિહાર માટે નિકળે છે ત્યારે અનેક વખત મોટા વાહનોની ટક્કરથી તેમના મોત થવાની ઘટનાઓ વધી ગઈ છે. જેને ધ્યાને રાખીને 2019માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરાકરે આ નિર્ણય લીધો હતો. 

ક્યાંક કાંટા.. ક્યાંક ખાડા.. ક્યાંક વિકાસના પેવર
120 કિલોમીટર પગદંડીના નિર્માણનું કામ શરૂ કરાયું હતું. પરંતુ જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ તેના રિયાલિટી ચેક માટે પહોંચી તો સ્થિતિ કાંઈક અલગ જોવા મળી હતી. હાઈવે પર અમુક કિલોમીટરના અંતરે પગદંડી તો છે. પરંતુ તેના પર કોઈ માણસ ચાલી શકે તેવી સ્થિતિ નથી. ક્યાંક બાવળ ઊગી ગયા તો ક્યાંક પગદંડી જ ગાયબ થઈ ગઈ છે. 

વાંચવા જેવું:  ગુજરાતના આ મોટા શહેરમાં 14, 15 જાન્યુઆરીએ ફલાયઓવર બ્રિજ ટુ વ્હીલર માટે રહેશે બંધ, નિયમ ભંગ બદલ કાર્યવાહીના આદેશ

5 વર્ષે પણ પગદંડીનું કામ અધૂરું
પગદંડીની હાલત તો બિસ્માર જોવા મળી છે. પરંતુ આ રિયાલિટી ચેક દરમિયાન અમારી મુલાકાત વિહાર માટે નીકળેલ જૈન સાધ્વીઓ સાથે થઈ. જેથી હાઈવે પર ચાલતા તેમને કેટલો ભય લાગે છે. તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમદવાદના શંખેશ્વર સુધીના રૂટમાં ઠેર ઠેર પગદંડીના બેનરો મારેલા છે, કયાંક રેલીંગ સાથે પેવર બ્લોક પણ જોવા મળે છે. પરંતુ આખા રૂટમાં એક પણ કિમીની પગદંડી ચાલવા લાયક નથી અને 2 વર્ષમાં પૂર્ણ કરવાનું કામ આજે 5 વર્ષે પણ પુરું થયું નથી. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં પગદંડી પર એક પણ ડગલું માંડી શકાય તેવું નથી. ત્યારે આશા રાખીએ કે, વિકસિત ગુજરાતમાં આવા મંથર ગતિના વિકાસને વેગ મળે અને કરોડો રૂપિયા કાંટાળા પથમાં ન દંટાઈ જાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ