બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / the remaining two ODIs of the ongoing series between India and South Africa to be played behind closed doors
ADVERTISEMENT
મહત્વનું છે કે સાઉથ આફ્રિકાની ત્રણ વન-ડે સીરીઝની બાકી બચેલી બંને મેચોને લઈને BCCIએ કહ્યું હતું કે સરકારે રમતની ઈવેન્ટ્સને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. જેના અનુસાર મૅચનું આયોજન કરવામાં આવશે. આ બંને મેચોમાં સરકારી એડવાઈઝરીને ધ્યાનમાં રખાઈ છે. જેથી હવે બીજી વન-ડે જે લખનઉમાં અને ત્રીજી મૅચ કોલકતામાં રમાવાની છે ત્યાં ખાલી સ્ટૅડિયમમાં મૅચ રમાશે.

ADVERTISEMENT
BCCI પૈસા પરત કરશે
રિપોર્ટ્સ અનુસાર સીરીઝની બંને મેચોને ખાલી સ્ટેડિયમમાં રમાવવાના નિર્ણય બાદ BCCI ટિકિટના પૈસા પરત કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંને ટીમો વચ્ચેની સીરિઝની પ્રથમ મૅચ ધર્મશાલામાં વરસાદને કારણે રમાઈ શકી ન હતી.
ADVERTISEMENT
NEWS: The remaining two ODIs of the ongoing series between India and South Africa to be played behind closed doors #INDvsSA
— BCCI (@BCCI) March 12, 2020
Read More here 👉https://t.co/OU1BLRfg0v pic.twitter.com/r0QQNTJUlX
ADVERTISEMENT
સરકારે જાહેર કરી હતી એડવાઈઝરી
ADVERTISEMENT
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરીને દરેક ફેડરેશનને કહેવામાં આવ્યું હતું કે તેઓ વધુ ભીડ ભેગી કરવાથી બચે.

ADVERTISEMENT
રણજી ટ્રોફીની ફાઈનલના અંતિમ દિવસે પણ સ્ટેડિયમમાં પ્રતિબંધ
રાજકોટમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ ચાલી રહી છે, આવતીકાલે આ ફાઈનલનો અંતિમ દિવસ છે. પરંતુ કોરોના વાઈરસને કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ ક્રિકેટ એસોસિયેશને એડવાઈઝરી બહાર પાડી દર્શકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. માત્ર ટીમ અને સત્તાવાર સંકળાયેલા વ્યક્તિઓ સિવાય કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયના નિર્દેશને પગલે આજે એડવાઈઝર બહાર પાડી દર્શકોના સ્ટેડિયમ પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જ્યારે દર્શકો સિવાય બન્ને ટીમના સપોર્ટર્સ, ટીવી, રેડિયો, એક્રિડેટેડ પત્રકારો, ક્રુ અને અન્ય સત્તાવાર સ્ટાફને જ પ્રવેશ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.