બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / the registration of unorganized sector workers in Gujarat

નોંંધણી / ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું રજિસ્ટ્રેશન, જાણો ગુજરાતમાં કેટલા લોકોએ કરાવી નોંધણી

Kiran

Last Updated: 11:04 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું રજિસ્ટ્રેશન, ગુજરાતમાં થયેલા રજિસ્ટ્રેશનમાં 57.01 ટકા શ્રમિકની ઉંમર 18થી 40 વયની છે.

  • શ્રમિકોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત 14મા ક્રમે
  • ગુજરાતમાં માત્ર 42.24 લાખ શ્રમિકનું રજિસ્ટ્રેશન
  • રાજ્યમાં ખેતી ક્ષેત્રે સૌથી વધુ રજિસ્ટ્રશન

કોરોના કાળમાં સ્થળાંતરના કારણે રોજગારી ગુમાવનારા શ્રમિકોને વિવિધ યોજના અંતર્ગત લાભ આપવા માટે સુપ્રીમ કોર્ટે જૂન 2021માં સરકારને શ્રમિકોનો ડેટા તૈયાર કરવા આદેશ આપ્યો હતો. જેથી 2021માં સરકારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેમાં ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાથી રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદમાં 4.80 લાખ શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાં થયેલા રજિસ્ટ્રેશનમાં 57.01 ટકા શ્રમિકની ઉંમર 18થી 40 વયની છે.

ગુજરાતમાં માત્ર 42.24 લાખ શ્રમિકનું રજિસ્ટ્રેશન

જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયું છે જેમાં ગુજરાત 14માં સ્થાને આવ્યું છે. ગુજરાતમાં 7 જાન્યુઆરી સુધીમાં 42.24 લાખ શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો દેશમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 7.38 કરોડ શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે બીજા ક્રમે બંગાળમાં 2.40 કરોડ અને બિહારમાં 1.96 કરોડ તેમજ ઓડિશામાં 1.29 કરોડ શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયુંછે. ગુજરાતની વાત કરીએ તો અહીં 88 ટકા શ્રમિકોની આવક 10 હજારથી ઓછી છે. જ્યારે 55 ટકા શ્રમિક કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જો કે રાજ્યમાં થયેલા રજિસ્ટ્રેશનમાં 54.49 ટકા પુરુષ અને 45.51 ટકા સ્ત્રોઓનો સમાવેશ થાય છે. કુલ 9.04 લાખ શ્રમિકો પૈકી સૌથી વધુ 57.01 ટકા 18થી 40 વર્ષના છે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat registration unorganized sector workers અસંગઠિત ક્ષેત્ર ગુજરાત રજિસ્ટ્રેશન શ્રમિકો workers in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ