બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / The reason for the increase in accidents in Ahmedabad was revealed, the hot spot areas of East-East were also revealed, last year there were 1793 accidents.

ચિંતાજનક / અમદાવાદમાં વધતાં અકસ્માતનું કારણ આવ્યું સામે, પૂર્વ- પ્રશ્ચિમના હોટ સ્પોટ વિસ્તારો પણ જાહેર, ગત વર્ષમાં 1793 લોકોના થયો હતો એક્સિડન્ટ

Vishal Khamar

Last Updated: 10:56 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં રોજ અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે એક તારણ કાઢ્યું છે કે અકસ્માતો પાછળ સૌથી વધુ કારણ શું છે. મોબાઇલ ઉપર વાત કરવી અને ઓવર સ્પીડિંગના કારણે મોત થઈ રહ્યા છે.

  • દેશમાં અકસ્માતનાં કારણે થતા મોત ખૂબ જ ચિંતાજનક
  • સૌથી વધુ લોકો અકસ્માત માં મોત ને ભેટી રહ્યા છે
  • વર્ષ 2022 માં અમદાવાદમાં 1793 લોકો અકસ્માતમાં ભોગ બન્યા

 દેશ માટે અકસ્માતના કારણે થતા મોત ખુબજ ચિંતાજનક છે. સૌથી વધુ લોકો અકસ્માત માં મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેર ની વાત કરીએ તો વર્ષ 2022 માં 1793 લોકો અકસ્માત માં ભોગ બન્યા અને જેમાં 488 લોકો મોત ને ભેટ્યા. ત્યારે ગંભીર ઇજા 720 લોકો ને થઈ અને 585 સામાન્ય ઈજાઓ થઈ છે. ત્યારે 2023 નવેમ્બર સુધી ની વાત કરીએ તો 1693 લોકો ભોગ બન્યા જેમાં 480 લોકો મોત ને ભેટ્યા ત્યારે ગંભીર 642 લોકો અને સામાન્ય ઇજા 574 લોકો ને થઈ છે. 

ટ્રાફિક વિભાગ દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો છે
ટ્રાફિક વિભાગ દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર માં કેટલીક જગ્યા છે જ્યાં વધુ અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં પશ્ચિમ માં સત્તાધાર ચાર રસ્તા,વાડજ સર્કલ,ચીમન ભાઈ બ્રિજ,જુહાપુરા થી અંબર ટાવર સુધી,આંબેડકર બ્રિજ,ગુજરાત હાઈ કોર્ટ પાસે નવો બ્રિજ,ઇસ્કોન બ્રિજ ઉપર અને પકવાન બ્રિજ થી અંદર બ્રિજ જવાના રસ્તા ઉપર ત્યારે પૂર્વ ની વાત કરીએ તો રાજીવ ગાંધી ભવન સામે,નરોડા રોડ,નરોડા પાટિયા સર્કલ,સારંગપુર બ્રિજ થી કામદાર મેદાન,વસ્ત્રાલ ચાર રસ્તા,ગામડી ચાર રસ્તા હોવાનુ સામે આવ્યું છે. નોંધનીય છે કે જે રીતે મોબાઇલ ઉપર લોકો વાત કરતા હોય છે અને ઓવર સ્પીડ ના કારણે જે મોત થાય છે તે રોકવા ડ્રાઇવ પણ કરવામાં આવી શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ