બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / The reason for the death of a leopard in Kuno National Park was revealed

દાવો / કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના મરવાનું કારણ આવી ગયું સામે, એક્સપર્ટના દાવા બાદ સરકારે કર્યું એલાન

Kishor

Last Updated: 09:11 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકાના ચિત્તા એક્સપોર્ટએ ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે રેડિયો કોલરને કારણે ચિતાઓ સેપ્ટિસિમિયાનો શિકાર બની રહ્યા છે.

  • મધ્યપ્રદેશ ખાતેના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો મામલો
  • ચિત્તાઓના ગળા પર લગાવેલ રેડિયો કોલર સામે ઉઠી રહ્યા છે સવાલો 
  • રેડિયો કોલરને કારણે ચિતાઓ સેપ્ટિસિમિયાનો શિકાર બની રહ્યાનો દાવો

મધ્યપ્રદેશ ખાતેના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો ગોજારો સિલસિલો અટકવાનું નામ લેતો નથી! અત્યાર સુધીમાં પાંચ ચિત્તા અને ત્રણ બચ્ચાના મૃત્યુ થયા છે. તાજેતરમાં જ તેજસ અને સુરજના મોત નિપજયા છે. પરિણામે હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું રહ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ચિત્તાઓના ગળા પર લગાવેલ રેડિયો કોલર સામે સવાલો ઉઠી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ચિત્તા એક્સપોર્ટએ ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે રેડિયો કોલરને કારણે ચિતાઓ સેપ્ટિસિમિયાનો શિકાર બની રહ્યા છે. ત્યારબાદ આ મામલે સરકારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સરકારે દાવો કર્યો છે. કે રેડિયો કોલરથી ચિત્તાના મોતને લઈને કોઈ વૈજ્ઞાનિક કારણ નથી પરંતુ અટકળો અને અફવાઓ પર આધારિત છે.

કૂનો નેશનલ પાર્કમાં બે મહિનામાં 6 ચિત્તાઓના મોત, ગરમી કે પોષણની કમી શું છે  કારણ? | Kuno National Park 6 cheetahs die in two months know reason behind  it

ભેજને કારણે પ્રાણીઓને લાગે છે ચેપ

નોંધનીય છે કે સેપ્ટિસિમિયા એક ગંભીર બ્લડ ઇન્ફેક્શન છે તેના કારણે લોહીમાં જાહેર બનવા લાગે છે. માનવામાં એવું આવે છે કે પ્રાણીઓના શરીરમાં બહારના ભાગમાં લાંબા સમય સુધી ભેજને કારણે પ્રાણીઓને ચેપ લાગે છે. જે આગળ જતાં સેપ્ટિસેમિયાનું રૂપ ધારણ કરી લે છે. દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતે દાવો કર્યો હતો કે તેજસ અને સૂરજ ચિત્તાને ગળામાં રેડિયો કોલર પહેરવાને કારણે સેપ્ટિસેમિયાને કારણે મોત થયું હતું. 


20 રેડિયો કોલર ચિત્તા ભારતમાં લવાયા હતા

થોડા સમય અગાઉ ચિત્તાઓને ભારત પરત લાવવા માટે પ્રોજેક્ટ ચિતા શરૂ કરાયા બાદ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 રેડિયો કોલર ચિત્તા ભારતમાં લવાયા હતા. ચિત્તાને 7 દાયકા પછી ભારત પરત લાવવામાં આવ્યું છે. હાલમાં, 11 ચિત્તા જંગલમાં છે અને 5 ચિત્તા ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં છે, જેમાં ભારતની ધરતી પર જન્મેલા એક બચ્ચાનો સમાવેશ થાય છે. 

સરકારે જાહેર કર્યું કે ...

સરકાર દ્વારા જારી કરેલા નિવેદનમાં ઉલ્લેખ કરાયો કે ચિત્તાનું મૃત્યુ લડાઈમાં, રોગ, અકસ્માતો, શિકાર દરમિયાનની ઈજા અને શિકાર, ઝેર અને શિકારીઓ દ્વારા કરાતા હુમલાને કારણે થઈ શકે છે. નોંધનીય છે કે શિફ્ટ કરાયેલા 20 પુખ્ત ચિત્તાઓમાંથી, કુનો નેશનલ પાર્કમાં પાંચ ચિત્તા મૃત્યુ પામ્યા છે. પ્રાથમિક તારણમાં મૃત્યુ કુદરતી કારણોસર થયા છે. બાદમાં હવે રેડિયો કોલર ચિત્તાના મૃત્યુ માટે કશૂરવાર ઠેરવવામાં આવે છે. જે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત નથી પરંતુ અટકળો અને અફવાઓ પર આધારિત છે. ત્યારે હવે ચિતાઓના મૃત્યુના કારણે તપાસ માટે દક્ષિણ આફ્રિકા અને નામીબીયાના ચિતાના નિષ્ણાંતો અને ચિકિત્સકોની સલાહ લેવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ