બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / The principal who was burnt in petrol in Indore breathed his last.

ચકચાર / ઇન્દોરમાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાયેલા પ્રિન્સિપાલે ભર્યા આખરી શ્વાસ, પુત્રી- પતિએ મુખાઅગ્નિ આપતા સર્જાયા કરુણ દ્રશ્યો સર્જાયા

Kishor

Last Updated: 08:13 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્દોરમાં પેટ્રોલથી સળગાવવામાં આવેલા પ્રિન્સિપાલની લાંબી સારવાર કારગત ન નિવડતા આજે પ્રિન્સીપાલનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

  • ઇન્દોરમાં પેટ્રોલથી સલગાવવામાં આવેલા પ્રિન્સિપાલનું સારવાર દરમિયાન મોત
  • પુત્રી અને પતિએ મુખાઅગ્નિ આપતા કરુણ દ્રશ્યો સર્જાયા
  • પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી

ઇન્દોરમાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવેલ એમબી ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ વીમુકતા શર્માનું શનિવારે સવા ચાર વાગ્યે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં બાદ તેના ઘરે આનંદ નગર લઈ જવાયો હતો. જ્યાં પરિવારના સભ્યો, સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવેલા લોકોએ રિજનલ પાર્ક મુક્તિધામ ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દરમિયાન પુત્રી વેદાંશી અને પતિ મનોજ શર્મા દ્વારા મુખાઅગ્નિ આપવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. 


આશુતોષ માર્કશીટ ન મળવાના કારણે હતો નારાજ

ઇન્દોરની આ ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે. જેમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને પેટ્રોલ રેડીને સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રિન્સિપાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે આરોપી વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો BM ફાર્મસી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી આશુતોષ પોતાને માર્કશીટ ન મળવાના કારણે નારાજ હતો. તેથી તેમને કોલેજના પ્રિન્સિપાલ ડો.વિમુકતા શર્મા સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન પેટ્રોલ ભરેલી ડોલ પ્રિન્સીપાલ રેડી દીધી હતી. અને ત્યાર બાદ આરોપી વિદ્યાર્થીએ લાઈટર વડે પ્રિન્સિપાલને આગ ચાંપી દીધી હતી. ઘટના ઘટનાની સાથે જ પ્રિન્સિપાલને સારવાર માટે ચોઇથરામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 


વિમુકતા શર્માનું સારવાર દરમિયાન નિધન

પ્રિન્સિપાલ ડો. વિમુકતા શર્માનું સારવાર દરમિયાન સવારે 3.45 વાગે મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ છેલ્લા પાંચ દિવસથી ચોઇથરામ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવતાની સાથે જ પોલીસે તાપસ હાથ ધરી દરમિયાન કેટલાક સાક્ષીઓ પણ મળ્યા હતા. આગની ઘટનાને લાઇ પોલીસે ચાર સાક્ષીના નિવેદન લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીએ જે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ઠાલવ્યું હતું એ પમ્પના માલિકનું નિવેદન લેવામાં આવ્યુ હતું. હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ