બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / The preliminary finding of the police is that Vishal Patel died of a heart attack in Vadodara

અરેરાટી / ઉત્તરાયણની ખરીદી માટે ગયા અને ચાલુ કારમાં જ હાર્ટઍટેક: વડોદરામાં મૃતદેહ મળવાનો શૉકિંગ કેસ

Kishor

Last Updated: 04:57 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ભાયલી રોડ પર એક અજાણી વ્યકિતનો મૃતદેહ મળવાના મામલે પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકને પગલે મોત થયાનું સામે આવી રહ્યું છે.

  • વડોદરાના ભાયલી રોડ પર એક અજાણી વ્યકિતનો મળ્યો મૃતદેહ
  • પોલીસે તપાસ કરતા મૃતક પંચમહાલના વેજલપુરનો હોવાનુ આવ્યું સામે
  • હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
  • પોસ્ટ મોર્ટમ બાદ મૃત્યુનું કારણ આવશે બહાર

એક તરફ ઉત્તરાયણના તહેવારની સૌ કોઈ રંગેચંગે ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ વડોદરાના ભાયાલી રોડ પરથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના ભાયાલી રોડ પર કાર પાર્ક કરેલી જોતા રાહદારીઓને શંકા ગઈ હતી. જેથી રાહદારીઓએ કારની તપાસ કરતા કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.  જેથી આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

મૃતક વિશાલ પટેલ વડોદરા ખરીદી માટે આવ્યા હતા

પોલીસે તપાસ કરતા મૃતક યુવાન પંચમહાલના વેજલપુરનો હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મૃતકનું નામ વિશાલ છે. જે ઉત્તરાયણની ખરીદી કરવા માટે વડોદરા આવ્યો હતો. પોલીસને શંકા છે કે યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. હાલ તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકનું મૃત્યુ ક્યા કારણોસર થયું છે.. હાલ તો પોલીસે સમગ્ર મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

પોલીસના જણાવ્યા અનુસાર ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી ઈકો કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક ગોધરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તે ઉતરાયણની ખરીદી કરવા માટે વડોદરા આવ્યો હતો.આ દરમિયાન યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે ઈકો ગાડીમાં પાછળની સીટ પર જઈ સૂઈ ગયો હતો.. ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીને ઘટનાની જાણ થતાં તેને પોલીસને જાણ કરી હતી અને જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ