બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / The person who set fire to the train and escaped was arrested

કાર્યવાહી / ગોધરા જેવો કાંડ? ટ્રેનમાં આગ લગાવી ભાગી જનારની ધરપકડ, ઘટનામાં ત્રણ લોકોના મોત-અનેક ઘાયલ થયા હતા

Priyakant

Last Updated: 01:41 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર ATS અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સનાં સંયુક્ત ઓપરેશનમાં ફરાર આરોપીની મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી ધરપકડ કરવામાં આવી

  • કેરળના અલપ્પુઝાથી કન્નુર જતી ટ્રેનમાં ગોધરા જેવો કાંડ
  • અલપ્પુઝાથી કન્નુર જતી ટ્રેનમાં આગ કેસમાં પોલીસને મોટી સફળતા
  • ATS અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સનાં સંયુક્ત ઓપરેશનમાં ફરાર શાહરૂખ સૈફી ઝડપાયો 

કેરળના અલપ્પુઝાથી કન્નુર જતી ટ્રેનમાં ગોધરા જેવો કાંડની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અલપ્પુઝાથી કન્નુર જતી ટ્રેનમાં આગ લગાવવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર ATS અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સનાં સંયુક્ત ઓપરેશનમાં ફરાર શાહરૂખ સૈફીની મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આ માહિતી કેરળ પોલીસને પણ આપવામાં આવી હતી. હાલ કેરળ પોલીસ પણ રત્નાગીરી પહોંચી ગઈ છે. હવે પકડાયેલા આરોપીઓને કેરળ પોલીસને સોંપવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા બાદ પોલીસ આરોપીને લઈને કેરળ જવા રવાના થશે.

કેરળના અલપ્પુઝાથી કન્નુર જતી ટ્રેનમાં આગની ઘટનામાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઘણા લોકો ટ્રેનમાંથી પડી ગયા. આ ભયાનક ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટનામાં નવ લોકો દાઝી ગયા છે, જેમને કોઝિકોડની ઘણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આરોપીઓ સામે ગુનો દાખલ 
આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. રવિવારે મોડી રાત્રે ટ્રેનમાં આગ લાગવાથી એક મહિલા, એક શિશુ અને એક પુરુષ ગુમ થયા હતા, જેમના મૃતદેહ બાદમાં એલહત્તુર રેલ્વે સ્ટેશન નજીકના પાટા પરથી મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસે સ્થળ પર હાજર સાક્ષીઓની પૂછપરછ કરી હતી. જે બાદ આરોપીનો સ્કેચ બનાવવામાં આવ્યો હતો.

આગ પર કાબુ મેળવાયો 
અલપ્પુઝાથી કન્નુર જતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ તરત જ મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરી અને આગ પર કાબુ મેળવ્યો. શરૂઆતમાં પોલીસને શંકા હતી કે આરોપી ઉત્તર ભારતીય હોઈ શકે છે. જેણે કાવતરું ઘડ્યું અને આ ઘટનાને અંજામ આપ્યો, કારણ કે તેની બેગમાં એક બોટલમાં પેટ્રોલ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ