ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / the most expensive birthday party with social distancing spent rs 215 crores

વૈભવ / કોરોનામાં ગાઇડલાઇનના પાલન સાથે બર્થ ડે પાર્ટી કરી, ખર્ચ થયો 215 કરોડ

Published By: Parth

Last Updated: 05:50 PM, 11 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વચ્ચે દુનિયાભરમાં ઉજવણીઓ થઇ શકતી નથી એવામાં કરોડો રૂપિયાની એક બર્થ ડે પાર્ટી ચર્ચાનો વિષય બન્યો છે.

ADVERTISEMENT

  • બર્થડે ગર્લે પહેર્યો 183 કરોડ કરોડનો ગાઉન 
  • બર્થડે ગર્લના ગાઉનમાં હીરા અને મોટી જડવામાં આવ્યા હતા 
  • પાર્ટીમાં આવેલ મહેમાનોને આપવામાં આવ્યા હીરાજડિત માસ્ક 

કોરોનાના કહેર વચ્ચે સ્પેનની એક લેબનીઝ મહિલાએ પોતાનો 40મો જન્મદિવસ અતિભવ્ય રીતે ઉજવ્યો. તેણે દસ લોકોને ઘરે આમંત્રણ આપ્યું અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 20 શહેરોમાં મિનિ-પાર્ટીનું આયોજન કર્યું, જેમાં 150 થી વધુ મહેમાનો સામેલ થયા. આ સમગ્ર ઉજવણીમાં અંદાજે 21.5 મિલિયન પાઉન્ડ (આશરે 215 કરોડ)નો ખર્ચ કરવામાં આવ્યો.

મિજાસની વૈભવી મહેલમાં ઉજવણી કરવામાં આવી જેમાં મહિલાએ હીરા અને મોતીથી ભરેલું એક ખાસ ગાઉન પહેર્યું હતું. બ્લેક રંગના ગાઉનને તૈયાર કરવાની જવાબદારી બ્રિટનની પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનરને આપવામાં આવી. આ ગાઉનમાં 15 દુર્લભ હીર જડેલાં હતા જેની કિંમત 183 કરોડ છે.  

આ ગાઉનમાં  20 કાળા, દસ સફેદ, છ પીળા, બે વાદળી અને ચાર હજાર અન્ય રંગના હીરા જડવામાં આવ્યા હતા. આ બધા હીરાના ભાવ અનુક્રમે આશરે દોઢ કરોડ, છ કરોડ રૂપિયા, 2.2 કરોડ રૂપિયા અને એક કરોડ રૂપિયા હતા. આ ગાઉનમાં હીરા સિવાય એક હજાર તો મોટી લગાવવામાં આવ્યા હતા. 

કોરોના સંક્રમણથી બચવા માટે મહિલાએ લગભગ 2.5 કરોડની તો ફેસશિલ્ડ પહેરી રાખી હતી. જેની પર વાદળી, લીલા અને સફેદ રંગના હીરાના માળા લગાવેલ હતી. 

આટલું જ નહીં મહિલાએ ઘરમાં આયોજિત પાર્ટીમાં જે લોકો આવ્યા તે બધાને એક વિશેષ માસ્ક ભેટ આપી જેના પર હીરાજડિત બ્રેસલેટ હતું. આ બ્રેસલેટની કિંમત 65 લાખ હતી. નોંધનીય છે કે આ પાર્ટીમાં કોરોના વાયરસથી બચાવનાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવ્યું અને સેનેટાઇઝેશન પણ કરવામાં આવ્યું.  

સંકળાયેલા મુદ્દાઓ

Sweden birthday party the most expensive coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ