બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / The Modi government is preparing to bring the biggest plan for your house at Rs 500, work will take time in crisis

સુવિધા / મોદી સરકાર 500 રૂપિયામાં તમારા ઘર માટે સૌથી મોટી યોજના લાવવાની તૈયારીમાં, સંકટ સમયે લાગશે કામ

Hiralal

Last Updated: 10:13 PM, 28 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર આવાસ સંબંધિત સુરક્ષા યોજના હોમ ઈન્સોરન્સ સ્કીમ લોન્ચ કરે તેવી સંભાવના છે. આ યોજનામાં મકાનના નુકશાનની સાથે સાથે સામાન અને પર્શનલ એક્સીડન્ટ કવરેજ પણ સામેલ હશે.

  • ઘર માટે મોટી યોજના લાવવાની તૈયારીમાં મોદી સરકાર 
  • હોમ ઈન્સોરન્સ સ્કીમ લોન્ચ કરે તેવી સંભાવના
  • મકાનના નુકશાન તથા પર્શનલ એક્સીડન્ટ કવરેજ પણ થશે સામેલ 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી લોન્ચ થનારી હોમ ઈન્સોરન્સ સ્કીમમાં મોદી સરકાર કુદરતી આપદાઓને કારણે ઘરોને થનારા નુકશાનને કવર કરવા માટે 3 લાખ સુધીનો વીમો પણ આપવાની જોગવાઈ કરવાની છે જેથી કરીને જો કોઈ કુદરતી હોનારતને કારણે ઘરોને નુકશાન થાય તો નવું ઘર બનાવી શકાય અથવા તો રિપેર કરાવી શકાય. તે ઉપરાંત ઘરના સામાનનો પણ 3 લાખ સુધીનો વીમો મળશે, પોલીસી લેનાર ફેમિલીના બે સભ્યોને 3-3 લાખનો પર્શનલ એક્સીડન્ટ વીમો પણ મળશે. 

500 રુપિયાનું પ્રીમિયમ હોઈ શકે છે 

સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર અને ખાનગી વીમા કંપનીઓ કેન્દ્ર સરકારની આ વીમા યોજનાનું સંચાલન કરશે અને તેનું પ્રીમિયમ લોકોના બેંક ખાતા સાથે જોડવામાં આવશે. વીમા કંપનીઓએ પોલિસી દીઠ વર્ષે 1000 નું પ્રીમિયમ નક્કી કરવા માંગે છે પરંતુ આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 500 રુપિયા રાખવાની સરકારની ઈચ્છા છે. ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતોને કારણે લોકોને થયેલા નુકસાન સામે લોકોને સુરક્ષા કવચ પૂરા પાડવાના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકાર આ યોજનાને મોટા પાયે યોજના બનાવી રહી છે. ઉલ્લેખીય છે કે મોદી સરકાર દ્વારા પહેલાથી જ બે સામાજિક સુરક્ષા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પ્રધાન જીવન જ્યોતિ બીમા યોજના (પીએમજેજેબીવાય) છે. જેની શરૂઆત 2015 માં કરવામાં આવી હતી. 55 વર્ષની વય સુધી આ યોજનામાં લાઇફ કવર ઉપલબ્ધ છે. કોઈ કારણસર વીમાધારકનું મોત થાય તો નામાંકિતને રૂ. બે લાખનું કવર મળે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષની વય સુધી લઈ શકાય છે.

બીજી યોજના પ્રધાન સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાય) છે. તેને 2015 માં પણ શરૂ કરાઈ હતી. આ યોજના હેઠળ, વીમા કંપનીને આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. બીજી બાજુ, કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં, 1 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે. 18 થી 70 વર્ષની વયના ભારતીય આ યોજનામાં નોંધણી કરાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ