બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જાણો "તેરા તુજકો અર્પણ" પોર્ટલથી નાગરિકોને થતો લાભ, જેનો ગૃહરાજ્યમંત્રીએ આપ્યો હતો ગૃહમાં જવાબ
Last Updated: 11:45 AM, 9 September 2025
ગુજરાત પોલીસ દ્વારા થોડા સમયે અગાઉ રાજ્યમાં સુરક્ષા તંત્રને ડિજિટલ દિશામાં મજબૂત બનાવવા માટે નવા પોર્ટલ–‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પોર્ટલના માધ્યમથી ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર, કબજે કરેલી ચીજ વસ્તુઓ મૂળ માલિકોને કોઈ પણ ધક્કો ખવડાવ્યા વગર ઓછા સમયમાં પરત કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહરાજ્યમંત્રીએ જવાબ આપ્યો
વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે.
ADVERTISEMENT

9081કાર્યક્રમો યોજવામાં આવ્યા
ADVERTISEMENT
તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૦૮૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામા આવ્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં ૧૧૨ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો
ADVERTISEMENT
મંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખુબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર/ જાહેર કાર્યક્રમ યોજી ફરીયાદી/અરજદારઓને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

ADVERTISEMENT
માત્ર ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કરી તેનો મુદ્દામાલ પરત અપાવ્યો
સુરત ખાતે થયેલી લૂંટ અને તેના ડિટેક્શન અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં થયેલી ૭.૮૬ કરોડની હીરાની લુંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં એટલે કે માત્ર ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કરી તેનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને માત્ર એક અઠવાડિયામાં પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.
ADVERTISEMENT
તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત
આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મોટા શહેરોથી લઇને નગરો અને આદિજાતિ વિસ્તારમાંના છેવાડાના ગામડા સુધી આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, છેવાડે આવેલા સોનગઢના એક વૃધ્ધાનું ઘર જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું તે પણ આ કાર્યક્રમ હેઠળ પરત અપાવવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રેએ પોર્ટલનું અનાવરણ કર્યું હતુ
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમીત શાહે તા.3/10/2024ના રોજ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલનુ અમદાવાદ શહેર ખાતે અનાવરણ કર્યુ હતું. સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોએ ગુમાવેલા નાણાંને લોક અદાલત દ્વારા પરત અપાવવાની કામગીરી વધુ ઝડપી બને એવા ઉદ્દેશ્યથી આ પોર્ટલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલું છે. આ પોર્ટલથી નાગરિકોને અને પોલીસ સ્ટેશન બંનેને ફાયદો થાય છે.
નાગરિકોને આ પોર્ટલથી થતા લાભ
આ પણ વાંચોઃ વરસાદી હોનારત વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, અધિકારીઓને તાબડતોબ અહીં મોકલાશે
પોલીસ સ્ટેશનને આ પોર્ટલથી થતા લાભ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.