બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / The match was stopped for about 4 minutes due to this Chennai Super Kings player

IPL 2023 / એવું તો શું થયું કે ધોની વાત કરવા ગયો અને આખી ટીમે અમ્પાયરને ઘેરી લીધા, 4 મિનિટ સુધી રોકાઈ ગઈ મેચ

Malay

Last Updated: 08:42 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: GT અને CSK વચ્ચે રમાયેલી મેચને ચેન્નાઈ સુપર કિંગ્સના આ ખેલાડીના કારણે લગભગ 4 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ધોની અને તેમની ટીમના ખેલાડીઓએ અમ્પાયરને ઘેરી લીધા હતા.

 

  • ચેન્નાઇ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં
  • ગુજરાત ટાઈટન્સની ટીમને 15 રનથી હરાવી
  • લગભગ 4 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી મેચ

IPL 2023ની ક્વોલિફાયર-1 મેચ ચેપોક ખાતે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાયર 1માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવ્યું હતું. 23મેના રોજ રમાયેલી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ હતી. ગઈકાલે GT અને CSK વચ્ચે રમાયેલી મેચને લગભગ 4 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમની ટીમના કેટલાક ખેલાડીઓ અમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. 

અમ્પાયરને CSKની ટીમે ઘેરી લીધા
હકીકતમાં ગુજરાત ટાઈટન્સની ઈનિંગની 15મી ઓવર પૂરી થયા બાદ મહેન્દ્રસિંહ ધોની ફાસ્ટ બોલર મથીશા પથિરાના પાસે બોલિંગ કરાવવા માંગતા હતા. પરંતુ અમ્પાયરે પથિરાનાને બોલિંગ કરવાનો ઈનકાર કરી દીધો. આની પાછળ અમ્પાયરે જણાવ્યું હતું કે, મથીશા પથિરાના 8 મિનિટ કરતા સમયથી મેદાનની બહાર હતો. 

IPLમાં આ છે નિયમ
વાસ્તવમાં IPLની મેચ પ્લેઈંગ કન્ડિશન અનુસાર, જો કોઈ ખેલાડી 8 મિનિટ કરતા વધુ સમય સુધી મેદાનની બહાર રહે છે, તો તે જેટલા સમય સુધી મેદાનની બહાર રહ્યો એટલા જ સમય સુધી તેને ફીલ્ડ પર રહેવું પડશે, ત્યાર બાદ જ તેને બોલિંગ કરવાની મંજૂરી મળશે. 

9 મિનિટ સુધી મેદાનની બહાર હતો મથીશા
મથીશા પથિરાનાના કિસ્સામાં એવું થયું કે તે લગભગ 9 મિનિટ સુધી મેદાનની બહાર હતો અને પછી મેદાનમાં આવ્યો હતો. જોકે, તે મેદાનમાં પહોંચી ગયો હતો, પરંતુ તેણે બોલિંગ કરવા માટે નિયમ અનુસાર થોડી રાહત જોવી પડે તેમ હતી. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીને આ વાતની જાણ નહતી, જે બાદ જ્યારે અમ્પાયરે પથિરાનાને બોલિંગ કરતા રોક્યો ત્યારે ધોની અને તેમના સાથે ખેલાડીઓ અમ્પાયર પાસે આ બાબતે ચર્ચા કરતા માટે ગયા હતા. અમ્પાયરના જણાવ્યા બાદ મેચને લગભગ 4 મિનિટ સુધી રોકી દેવામાં આવી હતી, જે બાદ મથીશા પથિરાનાએ જ બોલિંગ કરી હતી.

10મી વખતે IPLના ફાઇનલમાં પહોંચી CSK
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ રેકોર્ડ 10 વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમે ફાઇનલમાં શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ