બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story Controversy reached supreme court against ketala high court verdict hearing on 15th may

વિવાદ / SCના દરવાજે પહોંચ્યા The Kerala Story ના બે વિવાદ: એક અરજીમાં પ્રતિબંધની માંગ, સામે મેકર્સે પણ કરી આ માંગણી

Arohi

Last Updated: 12:34 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story Controversy: 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. આ વચ્ચે કેરલા હાઈ કોર્ટના આદેશ વિરૂદ્ધ અરજી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે.

  • સુપ્રીમ કોર્ટ પહોંચ્યો 'ધ કેરલા સ્ટોરી'નો વિવાદ 
  • કેરલા હાઈ કોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમમાં અરજી 
  • જાણો શું છે સમગ્ર વિવાદ 

'ધ કેરલા સ્ટોરી' ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીન કોર્ટ પહોંચી ગયો છે. કેરલ હાઈ કોર્ટના ફિલ્મ પર બેન લગાવવાના ઈનકાર વિરૂદ્ધ હવે અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ મામલામાં સુનાવણી કરવામાં આવે. તેના પર ચીફ જસ્ટિસે 15 મેએ સુનાવણીની વાત કહી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

કેરલા હાઈ કોર્ટે ફિલ્મ પર રોકનો કર્યો હતો ઈનકાર 
જણાવી દઈએ કે કેરલ હાઈ કોર્ટે 5મે એ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના રિલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ખાસ સમુદાયના વિરૂદ્ધ કંઈ પણ આપત્તિજનક નથી. કોર્ટે આદેશ જાહેર કરતા પહેલા ફિલ્મનું ટ્રોલર જોયું. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસલમાનોના વિરૂદ્ધ કંઈ પણ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધનો મામલો પણ સુપ્રીમમાં પહોંચ્યો 
પશ્ચિમ બંગાળ સરકારની તરફથી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર બેન લગાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ફિલ્મ મેકર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી બંગાળ સરકારની તરફથી લાગેલી રોક હટાવવા અને તમિલનાડુ સરકારથી રાજ્યના સિનેમાઘરોને સુરક્ષા આપવા માટે આદેશ આપવાની માંગ કરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

સોમવારે મમતા બેનર્જી સરકારે નફરત અને હિંસાની કોઈ પણ ઘટનાનથી બચવાનો હવાલો આપતા રાજ્યમાં આ ફિલ્મને બતાવવા પર તત્કાલ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ પશ્ચિમ બંગાળ તે પહેલુ રાજ્ય છે જેમાં આ ફિલ્મને જોવા પર રોક લગાવવામાં આવી છે. ત્યાં જ તમિલનાડુમાં થિએટર્સ માલિકોએ કાયદાકીય વ્યવસ્થાનો હવાલો આપતા ફિલ્મને દર્શાવવાનો ઈનકાર કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ