બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story Box Office Collection Day 3 Adah Sharma

બોલિવુડ / સતત ત્રીજા દિવસે 'The Kerala Story'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, કમાણીમાં જબરદસ્ત ઉછાળો

Arohi

Last Updated: 08:35 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story: વિવાદોથી ઘેરાયેલી 'ધ કેરલા સ્ટોરી'ને વિકેન્ડ પર ખૂબ થેએટર ઓડિયન્સ મળી છે. ફિલ્મે શનિવાર બાદ રવિવારે પણ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી છે.

  • 'ધ કેરલા સ્ટોરી'એ વિકેન્ડ પર મચાવી ધમાલ 
  • રવિવારે બોક્સ ઓફિસ પર કરી શાનદાર કમાણી 
  • જાણો 'ધ કેરલા સ્ટોરી'નું બોક્સ ઓફિસ કલેક્શન 

તમામ વિવાદોની વચ્ચે 'ધ કેરલા સ્ટોરી' 5 મેના દિવસે સિનેમાઘરોમાં આવી ચુકી છે. ફિલ્મને પહેલા દિવસે જ ઓડિયન્સનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ઓપનિંગ ડે પર સારૂ કલેક્શન કર્યા બાદ ફિલ્મની કમાણીમાં વિકેન્ડ પર જબરદસ્ત ઉછાળ આવ્યો છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

તેની સાથે જ શનિવાર બાદ રવિવારે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી અને પોતાના ખાતામાં ઘણા કરોડ રૂપિયા જમા કરી લીધા. જાણો 'ધ કેરલા સ્ટોરી'એ પોતાની રિલીઝના ત્રીજા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું. 

'ધ કેરલા સ્ટોરી'એ ત્રીજા દિવસે કરી કેટલી કમાણી? 
સુદીપ્તો સેનના ડાયરેક્શનમાં બનેલી 'ધ કેરલા સ્ટોરી'ને રિલીઝ થયા બાદથી જ મિક્સડ રિવ્યૂ મળી રહ્યા છે. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે અને ખૂબ કમાણી કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયે 3 દિવસ થઈ ચુક્યા છે અને 'ધ કેરલા સ્ટોરી'ના કલેક્શનમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

આંકડાની વાત કરવામાં આવે તો 'ધ કેરલા સ્ટોરી'એ પહેલા દિવસે 8.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળ આવ્યો અને તેણે 11.22 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો. 

ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી 
ત્યાં જ હવે ફિલ્મના રવિવારની કમાણીના શરૂઆતી આંડા પણ આવી ગયા છે. જેના અનુસાર 'ધ કેરલા સ્ટોરી'ની કમાણીમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર 'ધ કેરલા સ્ટોરી'એ પોતાના રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 16.50 કરોડનું કલેક્શન કર્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

તેની સાથે જ ફિલ્મની કુલ કમાણી હવે 35.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે આ અનુમાનિત આંકડા છે ઓફિશિયલ ડેટા આવવાના બાદ નંબર્સમાં થોડો ફેર-ફેર થઈ શકે છે. 

કેમ થયો 'ધ કેરલા સ્ટોરી' પર વિવાદ 
જણાવી દઈએ કે અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈડનાની અને સોનિયા બલાની સ્ટારર, 'ધ કેરલા સ્ટોરી'ને પહેલા ઓફિશ્યલ રીતે 32 હજારથી વધારે કેરલ મહિલાઓની સ્ટોરીના રૂપમાં ડિસ્ક્રાઈબ કર્યું હતું. જેનું કથિત રીતે ઈસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા બ્રાઈન વોશ કરી જિહાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો. જોકે તેને લઈને વિરોધ થવા પર ફિલ્મમાં 32 હજારથી બદલીને ત્રણ મહિલા કરી દેવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ