The Kerala Story Box Office Collection: અદા શર્માની ફિલ્મ 'The Kerala Story'ને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી. ફિલ્મે પહેલા દિવસે કમાણીના મામલામાં કાર્તિક આર્યનની ફિલ્મ 'શહઝાદા' અને 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને પછાડી દીધી છે. જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી કમાણી.
કેરેલા સ્ટોરીની બોક્સ ઓફિસ પર સારી શરૂઆત
ફિલ્મે પહેલા દિવસે જ કાર્તિકની ફિલ્મને પછાડી
કાશ્મીર ફાઈલ્સને પણ છોડી પાછળ
સુદપ્તો સેનની ફિલ્મ 'The Kerala Story'ને લઈને દેશભરમાં બબાલ મચી ગયો હતો. 5 મેએ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી. ફિલ્મે પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કરી અને કમાણીના મામલામાં શહઝાદા અને ધ કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી. માત્ર 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે મોટી મોટી કમર્શિયલ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ધ કેરલ સ્ટોરી વર્ષ 2023ની પાંચ સૌથી મોટી ઓપનિંગ વાળી ફિલ્મોની લિસ્ટમાં છે.
દર્શકોનો સારો રિસ્પોન્સ
ફિલ્મને જ્યાં એક બાજુ દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો ત્યાં જ બીજી બાજુ ટ્રોલ કરવાનો ફાયદો તેને મળી રહ્યો છે. કેરલ સ્ટોરીના દર્શકોને સારી ભીડ મળી રહી છે. ફિલ્મના પહેલા દિવસની કમાણીના આંકડા પર નજર કરીએ તો સિંગલ ડિજિટમાં કમાણી કરી છે.
સેકનિલ્કના રિપોર્ટના આધાર પર ધ કાશ્મીર સ્ટોરીએ પહેલા દિવસે 7.50 કરોડનું કલેક્શન કર્યું છે. જોકે આ અર્લી ટ્રેન્ડ્સના આંકડા છે. ઓફિશ્યલ આંકડા તેનાથી વધારે પણ હોઈ શકે છે.
ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોની લિસ્ટમાં 'The Kerala Story'
આ રીતે 'The Kerala Story' 2023ની ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોની લિસ્ટમાં પાંચમા સ્થાન પર પહોંચી ગઈ છે. ફિલ્મને માઉથ પબ્લિસિટીનો પણ ફાયદો મળી રહ્યો છે. આ લિસ્ટમાં શાહરૂખ ખાનની ફિલ્મ ટોપ પર છે.
પઠાણે પહેલા દિવસે 57 કરોડની કમાણી કરી. લિસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન 15.81 કરોડની સાથે બીજા નંબર પર છે. તૂ જુઠી મેં મક્કાર 15.73 કરોડની સાથે ત્રીજા નંબર પર અને ચોથા નંબર પર 11.20 કરોડની કમાણી સાથે અજયની ફિલ્મ ભોલા છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'The Kerala Story'માં ત્રણ મહિલાઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે જેમનું બ્રેઈન વોશ કરી તેમને ઈસ્લામિક ધર્મમાં પરિવર્તિત કરવામાં આવે છે અને તેમને આતંકી સંગઠન આઈએસઆઈએસમાં શામેલ કરવામાં આવે છે.
ટ્રેલર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ હતી. અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈડનાની અને સોનિયા બલાનીએ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો છે.