બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The issue of Munawar Faruqui and Ayesha Khan came up this week

મનોરંજન / VIDEO: સલમાન ખાને લગાવી ફટકાર રડતાં રડતાં બેભાન થઈ આ કન્ટેસ્ટન્ટ, રડવા લાગ્યો મુનવ્વર, દબંગ ખાને ખુદ ઘરની અંદર આવવું પડ્યું

Sanjay Vibhakar

Last Updated: 12:08 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bigg Boss 17 Promo: બિગ બોસનાં વીકએન્ડ કા વારમાં સલમાન ખાને આયેશા ખાનને ફટકાર લગાવી હતી. જેના પછી તે બેભાન થઈ ગઈ હતી. સલમાન સહીત પરિવારનાં સભ્યો ચિંતિત થઈ ગયા હતા.

  • મુનવ્વર ફારુકી અને આયેશા ખાનનો મુદ્દો સામે આવ્યો
  • આયેશાની તબિયત ખરાબ થઈ 
  • મુનવ્વર એક સાથે  'ડબલ ડેટિંગ' કરી રહ્યો હતો

બિગ બોસનાં વીકએન્ડ કા વારમાં આ અઠવાડિયે મુનવ્વર ફારુકી અને આયેશા ખાનનો મુદ્દો સામે આવ્યો હતો. આ વાતને લઈને સલમાન ખાને બંનેને ઠબકો આપ્યો હતો. સલમાન ખાને આયેશા ખાનને પૂછ્યું કે તે આ શોમાં શું કામ આવી હતી. આયેશાએ જણાવ્યું કે તેને મુનવ્વર પાસે થી માફી માંગવી હતી. સલમાન આ જવાબથી સંતુષ્ટ ન હતો. તેણે કહ્યું કે આ બધું શોની બહાર થવું જોઈએ. સલમાનનાં ગયા બાદ આયેશા ખાન ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. 

આયેશાની તબિયત ખરાબ થઈ 
બિગ બોસનાં નવા પ્રોમોની અંદર જોવા મળી રહ્યું છે કે આયેશા રડતાં-રડતાં બેભાન થઈ જાય છે. પરિવારનાં દરેક સદસ્ય ચિંતામાં આવી ગયા હતા. નીલ ભટ્ટ અને અનુરાગ ડોભાલ તેને ઉપાડીને મેડિકલ રૂમમાં લઈ જાય છે. આ સમયે મુનવ્વર પણ રડવા લાગ્યો હતો. થોડા સમયબાદ સલમાન ઘરની અંદર આવી જાય છે. તેમના ચહેરા પર ચિંતા દેખાય રહી છે. તેઓ મેડિકલ રૂમમાં જાય છે જયાં આગળ આયેશાની સારવાર ચાલતી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

વાંચવા જેવું: આલિયા ભટ્ટની દીકરી રાહા બાદ હવે બિપાશાની દીકરી દેવીની તસવીરો પણ વાયરલ, લાલ ડ્રેસમાં જોઈને લોકોએ કહ્યું-એકદમ બાર્બી ડોલ

ઘરની બહાર લઈ જવામાં આવી 
ખાનગી અહેવાલ મુજબ આયેશા ખાનને ઘરની બહાર લઈ જવામાં આવી હતી. ત્યારે એવું જણાતું હતું કે તે બિગ બોસમાંથી બહાર જતી રહેશે પણ તે સારવાર બાદ પરત ફરી છે. 

આયેશા વાઈલ્ડ કાર્ડ તરીકે આવી 
આયેશાએ બિગ બોસની અંદર વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે મુનવ્વર એક સાથે  'ડબલ ડેટિંગ' કરી રહ્યો હતો. તે નાજિલા અને તેની સાથે રિલેશનમાં હતો. આયેશાએ નેશનલ ટેલિવિઝન પર મુનવ્વર પાસે માફીની માંગ કરી હતી. મુનવ્વર શોમાં ઘણી વખત નાજિલાનું નામ લેતા જોવા મળ્યો હતો. જ્યારે આયેશા આવી ત્યારે તેણે કહ્યું કે તે નથી ઈચ્છતી કે તેમના બ્રેકઅપનો મુદ્દો ટેલિવિઝન પર ઉઠાવવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayesha Khan Bigg Boss 17 Promo Salman khan બિગ બોસ 17 મુનવ્વર ફારુકી entertainment news
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ