બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After Alia Bhatt's daughter Raha, now Bipasha's daughter Devi's pictures are viral

મનોરંજન / આલિયા ભટ્ટની દીકરી રાહા બાદ હવે બિપાશાની દીકરી દેવીની તસવીરો પણ વાયરલ, લાલ ડ્રેસમાં જોઈને લોકોએ કહ્યું-એકદમ બાર્બી ડોલ

Megha

Last Updated: 02:22 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતરફ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહાનો ચહેરો દુનિયાને બતાવ્યો તો બીજી તરફ બિપાશા બાસુએ પણ ક્રિસમસ પર પોતાની દીકરી દેવીની એક ખાસ તસવીર શેર કરી છે.

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહાનો ચહેરો દુનિયાને બતાવ્યો. 
  • બીજી તરફ બિપાશા બાસુએ પણ દેવીની એક ખાસ તસવીર શેર કરી. 
  • બિપાશા બાસુએ આ પહેલા પણ દેવીની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. 

ક્રિસમસના દિવસે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પહેલી વખત તેની દીકરી રાહાનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો. ગઇકાલે બપોરથી દરેક જગ્યા પર રાહા વિશે વાત ચાલી રહી હતી અને લોકો તેની તસવીર જોઇને અલગ અલગ કોમેન્ટ કરીને કહી રહ્યા હતા રાહા તેના પરિવારમાંથી કોના જેવી દેખાઈ રહી છે. 

એવામાં બીજી તરફ બિપાશા બાસુએ પણ ક્રિસમસ પર પોતાની દીકરી દેવીની એક ખાસ તસવીર શેર કરી છે. જો કે, બિપાશાએ ક્રિસમસ પર પ્રથમ વખત તેની પુત્રીની તસવીર શેર કરી નથી,આ પહેલા પણ ઘણી વખતે તેને દીકરીની ઝલક બતાવી છે.

બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં તેની દીકરીનો ચહેરો સાઈડથી દેખાઈ રહ્યો છે. લાલ ડ્રેસમાં દેવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની દીકરીની આ તસવીર પર સામાન્ય લોકોની સાથે ઈન્ડસ્ટ્રીના મિત્રોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે.

આ પોસ્ટમાં લોકો કોમેન્ટ કરીને બિપાશાની દીકરીને ક્યૂટ કહી તો ઘણા લોકો તેની દીકરીને બાર્બી ડોલ પણ કહી રહ્યા છે. 

બિપાશા અને કરણે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા અને ઓગસ્ટ 2022માં તેણે પોતાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બિપાશાએ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bipasha Basu Daughter Bipasha Basu Daughter Devi ક્રિસમસ 2023 બિપાશા બાસુ બિપાશા બાસુની દીકરી 'દેવી' રાહા કપૂર bipasha basu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ